/ તમારા માંથી કોઈ મસ્જિદમાં દાખલ થાય તો બેસતા પહેલા તેણે બે રકઅત નફીલ નમાઝ પઢી લેવી જોઈએ

તમારા માંથી કોઈ મસ્જિદમાં દાખલ થાય તો બેસતા પહેલા તેણે બે રકઅત નફીલ નમાઝ પઢી લેવી જોઈએ

અબૂ કતાદહ અસ્ સલમી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી કોઈ મસ્જિદમાં દાખલ થાય તો બેસતા પહેલા તેણે બે રકઅત નફીલ નમાઝ પઢી લેવી જોઈએ».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી ﷺ એ તાકીદ કરી છે કે જે વ્યક્તિ કોઈ પણ સમયે મસ્જિદમાં દાખલ થાય કોઈ પણ હેતુ માટે તો તે બેસતા પહેલા બે રકઅત નમાઝ પઢી લે, અને આ બંને રકઅતનું નામ તહય્યતુલ્ મસ્જિદ છે.

Hadeeth benefits

  1. મસ્જિદમાં બેસતા પહેલા બે રકઅત નમાઝ તહય્યતુલ્ મસ્જિદ પઢવી જાઈઝ છે.
  2. આ આદેશ તેના માટે છે, જેનો ઈરાદો મસ્જિદમાં બેસવાનો હોય, જો મસ્જિદ માંથી તરત જ નીકળી જવાનો હોય તો પછી આ આદેશ તેના માટે નથી.
  3. જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય અને અન્ય નમાઝી નમાઝમાં હોય તો તેણે જમાઅતનો સાથ આપવો જોઈએ.