ઉભા ઉભા નમાઝ પઢો, જો તેની પણ શક્તિ ન હોય તો બેઠા બેઠા નમાઝ પઢો, અને જો તેની પણ શક્તિ ન હોય તો પડખા પર નમાઝ પઢી શકો છો...
ઇમરાન બિન હુસૈન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મને હરસની બીમારી હતી, તો મેં નબી ﷺ ને નમાઝ વિશે સવાલ કર્યો તો નબી ﷺ એ કહ્યું: «ઉભા ઉભા નમાઝ પઢો, જો તેની પણ શક્તિ ન હોય તો બેઠા બેઠા નમાઝ પઢો, અને જો તેની પણ શક્તિ ન હોય તો પડખા પર નમાઝ પઢી શકો છો».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
સમજુતી
નબી ﷺ જણાવી રહ્યા છે ખરેખર નમાઝ તો ઉભા રહીને જ પઢવામાં આવે, જો તમે ઉભા રહેવાની શક્તિ ન ધરાવતા હોય તો બેઠા બેઠા નમાઝ પઢી શકો છો, અને જો તે પણ શક્તિ ન ધરાવતા હોય તો પડખેથી નમાઝ પઢી શકો છો.
Hadeeth benefits
જ્યાં સુધી તમારી બુદ્ધિ સલામત હોય ત્યાં સુધી નમાઝ છોડવી ન જોઇએ, હા જો તકલીફ હોય તો એક હાલત પછી બીજી હાલત તરફ પ્રયત્ન કરી પઢી શકે છે.
ઇસ્લામ એક સરળ અને શ્રેષ્ઠ દીન છે, એટલા માટે કે તેણે બંદાને તેની શક્તિ પ્રમાણે નમાઝ પઢવાનો આદેશ આપ્યો છે.
Share
Use the QR code to easily share the message of Islam with others