/ જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દ્વાર ખોલી નાખવામાં આવે છે, જહન્નમના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે...

જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દ્વાર ખોલી નાખવામાં આવે છે, જહન્નમના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દ્વાર ખોલી નાખવામાં આવે છે, જહન્નમના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જ્યારે રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થતાની સાથે જ ત્રણ બાબતો પણ પ્રાપ્ત થાય છે: પહેલી: જન્નતના દરવાજા ખોલી નાખવામાં આવે છે, એક પણ દરવાજો બંધ નથી હોતો. બીજી: જહન્નમમાં દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને એક પણ દરવાજો ખુલ્લો નથી રહેતો. ત્રીજી: શૈતાન તેમજ બળવાખોર જિન્નોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે, એટલા માટે રમઝાન સિવાય અન્ય મહિનામાં તે લોકો જે કરી શકતા હોય છે તે રમઝાન મહિનામાં નથી કરી શકતા. એટલા માટે આ પવિત્ર મહિનાની મહાનતા ઘણી છે, અને અમલ કરનારને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે તે નમાઝ, સદકા, ઝિકર, કુરઆન મજીદની તિલાવત તેમજ અન્ય નેકીના કામો વડે અનુસરણ કરે અને ગુનાહ તેમજ અવજ્ઞાથી દૂર થઈ જાય.

Hadeeth benefits

  1. રમઝાન મહિનાની મહત્ત્વતા.
  2. આ મહિનામાં રોજદાર માટે ખુશખબર કારણકે આ પવિત્ર મહિનો ઈબાદત અને ભલાઇનો મૌસમ છે.
  3. રમઝાનમાં શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે, ખરેખર એ વાત તરફ એક મુસ્લિમને ઈશારો કરવામાં આવે છે કે તેનાથી (નેકીના માર્ગમાં અવરોધ ઉભા કરનાર) ને દૂર કરી દેવામાં આવે છે, તેના માટે અનુસરણ છોડવા અને ગુનાહના કાર્યો કરવાનું કોઈ કારણ બાકી ન રહે.
  4. ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: પૂછવામાં આવ્યું કે શૈતાનોને બાંધી દીધા હોવા છતાંય આપણે રમઝાનમાં ખૂબ અવજ્ઞા અને લોકોને ગુનાહ કરતા જોઈએ છીએ, આવું કેમ? તેનો જવાબ: તેમની પાબંદી તે લોકો માટે છે, જેઓ રોઝાની સંપૂર્ણ શરતો પુરી કરતા હોય, તેના આદાબનો ખ્યાલ કરતા હોય, અથવા તો આ વિદ્રોહ શૈતાન છે, જેમને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે, દરેકે દરેક શૈતાનને નહીં, જેવું કે કેટલીક રિવાયતોમાં આ વસ્તુ જોવા મળે છે, અથવા એક વાત એવી પણ હોય કે આ મહિનામાં ગુનાહના કામ ઓછા થાય, અને આ મહિનામાં આપણે ખ્યાલ કરી શકીએ છીએ કે અન્ય મહિનાના મુકાબલામાં આ મહિનામાં ગુનાહ ઓછા થાય છે, એક વાત એ પણ કે રમઝાનમાં શેતાનોને બાંધવા પર જરૂરી નથી કે ગુનાહ અને અવજ્ઞા નહીં થાય, કારણકે પથભ્રષ્ટતાના તેના સિવાય અન્ય કારણો પણ છે, જેવું કે ખરાબ દિલ, ખરાબ ટેવો અથવા માનવીઓ માંથી કેટલાક શૈતાન જેવા લોકો.