/ જ્યારે બે મુસલમાન પોતાની તલવારો લઈ એકબીજા વિરુદ્ધ લડે તો કતલ કરનાર અને કતલ થનાર બન્ને જહન્નમી બનશે...

જ્યારે બે મુસલમાન પોતાની તલવારો લઈ એકબીજા વિરુદ્ધ લડે તો કતલ કરનાર અને કતલ થનાર બન્ને જહન્નમી બનશે...

અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જ્યારે બે મુસલમાન પોતાની તલવારો લઈ એકબીજા વિરુદ્ધ લડે તો કતલ કરનાર અને કતલ થનાર બન્ને જહન્નમી બનશે », મેં પૂછ્યું હે અલ્લાહના રસૂલ ! એક વ્યક્તિ તો કતલ કરનાર છે, (માટે તે જહન્નમી છે) પરંતુ કતલ થનારનો શું વાંક? નબી ﷺ એ કહ્યું: તેની પણ નિયત પોતાની સાથીને કતલ કરવાની જ હતી».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે જ્યારે બે મુસલમાન એકબીજા વિરુદ્ધ સામસામે તલવાર ટાંકી ઉભા થઇ જાય, તેમાંથી બન્નેની નિયત એકબીજાને કતલ કરવાની હોય છે, તો કતલ કરનાર તો કતલ કરવાના કારણે જહન્નમમાં જશે, પરંતુ અલ્લાહના નબી ﷺ દ્વારા વર્ણવેલ વાત સહાબાઓની સમજમાં ન આવી કે જેની હત્યા થઈ છે તે પણ જહન્નમમાં જશે, આ કેવી રીતે થઈ શકે છે, જેથી તેનો જવાબ આપતા નબી ﷺ એ જણાવ્યું કે તેને પણ જહન્નમમાં એટલા માટે જવું પડશે કે તે પણ સામે વાળાની હત્યા કરવાની ઈચ્છા ધરાવતો હતો, તે અલગ વાત છે કે તે પોતાના ઈરાદામાં સફળ ન થઈ શક્યો, અને સામે વાળા વ્યક્તિએ તેને મારી નાખ્યો.

Hadeeth benefits

  1. જે વ્યક્તિ ગુનાહ કરવા માટે દિલથી મજબૂત ઈરાદો કરી લે અને ગુનાહ કરવાના સ્ત્રોત પણ અપનાવી લે તો તેણે ગુનોહ ન કર્યો હોયઇ તો પણ તે સજાનો હકદાર બનશે.
  2. મુસલમાનો સાથે યુદ્ધ કરવા પર સખત ચેતવણી અને તેના માટે જહન્નમની ધમકી.
  3. મુસલમાનો વચ્ચે થતી યોગ્ય લડાઈઓ જેમકે બળવો કરનાર અથવા ફસાદ (ભ્રષ્ટાચાર) ફેલાવનારાઓ સાથે લાદવામાં આવતી લડાઈ અંગે આ ચેતવણી લાગુ નહીં પડે.
  4. કબીરહ (મોટા) ગુનાહ કરનાર, ફક્ત કબીરહ ગુનાહ કરવાના કારણે જ કાફિર નથી બની જતો કારણકે આપ ﷺ એ બન્નેને મુસલમાન કહી નામ આપ્યું છે.
  5. બે મુસલમાન સામસામે કતલ કરવાના કોઈ પણ સ્ત્રોત સાથે ઝઘડો કરે જેનાથી એક બીજાનું કતલ કરી શકે તો કતલ કરનાર અને કતલ થનાર બન્ને જહન્નમમાં જશે, હદીષમાં તલવારનું ઉદાહરણ સમજાવવા માટે આપ્યું છે.