/ નબી ﷺ લોકોમાં સૌથી વધારે ઉત્તમ અખ્લાક (ચરિત્ર) વાળા હતા

નબી ﷺ લોકોમાં સૌથી વધારે ઉત્તમ અખ્લાક (ચરિત્ર) વાળા હતા

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ લોકોમાં સૌથી વધારે ઉત્તમ અખ્લાક (ચરિત્ર) વાળા હતા.
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી ﷺ અખ્લાક પ્રમાણે લોકોમાં સૌથી વધારે સંપૂર્ણ હતા, તેમજ દરેક સારા અખ્લાક અને ગુણોમાં સૌથી આગળ હતા, સારા અખ્લાક જેવા કે વાત કરવામાં વિનમ્રતા, લોકોને ભલાઈનો આદેશ આપવો, હસતા મોઢે મુલાકાત કરવામાં, લોકોને તકલીફ આપવાથી રુકી જવું અને આ પ્રમાણેના દરેક સારા અખ્લાકમાં આગળ હતા.

Hadeeth benefits

  1. આ હદીષમાં નબી ﷺ ના અખ્લાક (ચરિત્ર) બાબતે સપૂર્ણતા વર્ણન કરવામાં આવી છે.
  2. નબી ﷺ સારા અખ્લાક અને ચરિત્રના ઉત્તમ આદર્શ છે.
  3. સારા અખ્લાક અપનાવવા બાબતે નબી ﷺ નો સંપૂર્ણ આદર્શ સ્વીકાર કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.