- ઇસ્લામે માનવીના સારા અખ્લાક પ્રત્યે અને તેને સુધારવા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે.
- સારા અખ્લાકનું મહત્વ, અહીં સુધી કે બંદો સતત રોઝા રાખનાર અને થાક્યા વગર રાત્રે તહજ્જુદ પઢનારના દરજ્જા સુધી પહોંચી જાય છે.
- રોજો રાખવો અને રાત્રે તહજ્જુદની નમાઝ પઢવી, બન્ને મહાન અમલ છે, જેના માટે ઘણી તકલીફ ઉઠાવવી પડતી હોય છે, જ્યારે કે સામાન્ય રીતે સારો વ્યવહાર અપનાવી બંદો તે સ્થાન અને દરજ્જા સુધી પહોંચી શકે છે.