/ કસમ ખાઈને વેપાર કરવો, તે તેનો એક તરીકો તો છે પણ તેનાથી બરકત ખતમ થઈ જાય છે

કસમ ખાઈને વેપાર કરવો, તે તેનો એક તરીકો તો છે પણ તેનાથી બરકત ખતમ થઈ જાય છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમને કહ્યું: મેં અલ્લાહના પયગંબર ﷺને કહેતા સાંભળ્યા: «કસમ ખાઈને વેપાર કરવો, તે તેનો એક તરીકો તો છે પણ તેનાથી બરકત ખતમ થઈ જાય છે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ વધુ પ્રમાણમાં કસમ ખાવા પ્રત્યે સચેત કરી રહ્યા છે, ભલેને તે પોતાની લે-વેચમાં સાચો હોય, અને જણાવ્યું કે તે જરૂર સામાન વેચવાનો એક તરીકો તો છે, પરંતુ તે કમાણીની બરકતને ખતમ કરી દે છે, અને આમ કરવા પર અલ્લાહ તેના માટે એવા દ્વાર ખોલી શકે જેમાં તે પોતાને નષ્ટ કરી લેશે, ભલેને તેમાં ચોરી, ડૂબી જવું, હડપ કરવું, લુંટવું અથવા અન્ય માધ્યમો દ્વારા તે પોતાના માલને નષ્ટ કરી દેશે.

Hadeeth benefits

  1. અલ્લાહની કસમ ખાવાની મહત્ત્વતા, અને તે જરૂર વગર ખાવામાં ન આવે.
  2. હરામની કમાણી ભલેને તે વધુ માત્રામાં હોય, તે બરકતથી ખાલી હોય છે, અને તેમાં કોઈ ભલાઈ નથી.
  3. ઈમામ કારી રહિમહુલ્લાહએ કહ્યું: કમાણી માંથી બરકત જતી રહેવી, તે તેના માલને નુકસાન પહોંચાડવાના કારણે હોય શકે છે, અથવા તે સિવાય અન્ય માર્ગમાં ખર્ચ કરે જેના દ્વારા તેને ન તો કોઈ ફાયદો થાય અથવા ન તો તેને આખિરતમાં સવાબ પ્રાપ્ત થાય, જો કે તે teની પાસે બાકી રહે છે પરંતુ તે તેની બરકતથી વંચિત થઈ જાય, અથવા કૃતદનીને વારસામાં મળે છે જે teની કદર કરતો નથી.
  4. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: વેપાર ધંધામાં વધુ પ્રમાણમાં કસમ ખાવાથી રોક્યા છે; કારણકે તે એક બિન જરૂરી કાર્ય છે, જેમાં ઉત્પાદનનો પ્રચાર થાય છે અને ખરીદી કરનારને કસમ ખાઈ ધોખો આપવામાં આવે છે.
  5. વધુ પ્રમાણમાં કસમ ખાવી તે ઈમાન અને તૌહીદની કમજોરીની દલીલ છે; કારણકે વધુ પ્રમાણમાં કસમ ખાવાથી બે વસ્તુઓ થઈ શકે છે: પહેલી: આળસ કરવી અને બેપરવાહી કરવી, બીજી: જે વધુ પ્રમાણમાં કસમો ખાઈ છે શક્ય છે કે તે જૂઠમાં સપડાઈ શકે છે, એટલા માટે તેને ઓછી કરવી જોઈએ ન કે વધારે, એટલા માટે જ પવિત્ર અલ્લાહએ કહ્યું: {પોતાની કસમોની સુરક્ષા કરો} [અલ્ માઇદહ:૮૯].