- સ્વછતા બે પ્રકારની છે: એક જે જાહેર સ્વછતા છે જે વઝૂ અને ગુસલ વડે પ્રાપ્ત થાય છે અને બીજી જે છુપાયેલી સ્વછતા છે, જે તૌહીદ, ઈમાન અને નેક અમલો દ્વારા પ્રાપ્ત થાય છે.
- આ હદીષમાં નમાઝની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે, જે બંદા માટે દુનિયા અને કયામત બંને માટે એક પ્રકાશ છે.
- સદકો સાચા ઈમાનની દલીલ છે.
- આ હદીષમાં કુરઆન પર અમલ કરવા અને તેને અલ્લાહ તરફથી સાચું માનવાની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે, જેથી તે તમારા હકમાં દલીલ બને તમારા વિરુદ્ધ નહીં.
- જો તમે પોતાના નફસને અલ્લાહની આજ્ઞાઓનું પાલન કરવામાં વ્યસ્ત નહીં કરો તો તે અલ્લાહની અવજ્ઞા કરવા લાગશો.
- માનવી કોઈ ન કોઈ કાર્યો જરૂર કરતો રહે છે; બસ તે અલ્લાહની આજ્ઞાઓનું પાલન કરી પોતાના નફસને આઝાદ કરી લે છે, અથવા તો અવજ્ઞા કરી નષ્ટ કરી દે છે.
- સબર માટે સહનશક્તિ અને નિયંત્રણની જરૂર છે, કારણકે તેમાં મુશ્કેલીઓ હોય છે.