- બંદો જ્યારે કોઈ નમાઝ માટે સારી રીતે વઝૂ કરે અને ખુશૂઅ (સંપૂર્ણ દિલની હાજરી સાથે), ફકત અલ્લાહની પ્રસન્નતા માટે પઢે, તો તે નમાઝ તેના માટે તેના પાછળ (નાના) ગુનાહો (પાપો) નો કફ્ફારો (પ્રાયશ્ચિત) બની જાય છે.
- ઈબાદતને નિયમિતરૂપે અદા કરવાની મહત્ત્વતા, ને તે ઈબાદત નાના ગુનાહો માટે કફ્ફારો (પ્રાયશ્ચિત) બની જાય છે.
- સારી રીતે વઝૂ કરવા, તેમજ સારી રીતે ખુશૂઅ (દિલની હાજરી સાથે) સાથે નમાઝ પઢવાની મહત્ત્વતા.
- નાના નાના ગુનાહો (પાપો) માફ કરવા માટે મોટા મોટા ગુનાહોથી બચવું જરૂરી છે.
- મોટા મોટા ગુનાહ તૌબા વગર માફ થતા નથી.