- વઝૂ અને સ્નાનમાં યોગ્ય પાણી વાપરવું જાઈઝ છે, અને જો પાણી ઉપલબ્ધ હોય, તો પણ તેનો બગાડ ન કરવો જોઈએ.
- વઝૂ અને સ્નાનમાં જરૂર પૂરતું જ પાણી લેવું જોઈએ, અને આ જ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નું માર્ગદર્શન છે.
- મુખ્ય વાત એ છે કે વઝૂ અને ગુસલ (સ્નાન)માં કંજૂસી અને બગાડ વગર તેના વિષે વર્ણવેલ સુન્નતો અને અદબોને ધ્યાનમાં રાખી કરવામાં આવે, અને સાથે સાથે સમય, પાણીની અછત અને વધારેને પણ ધ્યાનમાં રાખવામાં આવે.
- જાનાબતનો અર્થ એ કે તે દરેક વ્યક્તિ જેને સમાગમ અથવા અન્ય કોઈ કારણે વીર્ય નીકળે છે, જ્યાં સુધી તે પાક ન થાય અર્થાત્ સ્નાન ન કરી લે ત્યાં સુધી તે નમાઝ અને અન્ય ઈબાદતોથી દૂર રહે છે.
- સાઅ: એક વિચલિત માપણું છે, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ વર્ણવેલ સાઅનો અર્થ: જેનો વજન (૪૮૦) મિષ્કાલ સારી ક્વોલિટીના ઘઉં છે, જે લિટરમાં જોઈએ તો (ત્રણ) લિટર થાય.
- મુદ: એક શરિઅતે નક્કી કરેલ માપણું છે, જે એક મધ્યમ વર્ગના વ્યક્તિની હથેળી જેટલું છે, જ્યારે તેને તે ભરે છે, તો ફુક્હા (કાયદાશાસ્ત્રીઓ) ના મંતવ્ય પ્રમાણે તેનું વજન (૭૫૦) મિલીલીટર થાય છે.