/ ‌જે (અમીર)નું અનુસરણ કરવાથી અળગો રહ્યો, અને જે (મુસલમાનો)ના જૂથથી અલગ થઈ ગયો, અને જો તે તે જ સ્થિતિમાં મૃત્યુ પામ્યો તો તે અજ્ઞાનતા પર મૃત્યુ પામ્યો...

‌જે (અમીર)નું અનુસરણ કરવાથી અળગો રહ્યો, અને જે (મુસલમાનો)ના જૂથથી અલગ થઈ ગયો, અને જો તે તે જ સ્થિતિમાં મૃત્યુ પામ્યો તો તે અજ્ઞાનતા પર મૃત્યુ પામ્યો...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «‌જે (અમીર)નું અનુસરણ કરવાથી અળગો રહ્યો, અને જે (મુસલમાનો)ના જૂથથી અલગ થઈ ગયો, અને જો તે તે જ સ્થિતિમાં મૃત્યુ પામ્યો તો તે અજ્ઞાનતા પર મૃત્યુ પામ્યો, અને જે વ્યક્તિ એક ધ્વજ નીચે કોઈનું આંધળું અનુસરણ કરતા લડતો હોય, અથવા પોતાના ખાનદાનની લાલસામાં લડતો હોય, અથવા તેની તરફ બોલાવે તેમજ તે બાબતે તેની મદદ કરે અને પછી મૃત્યુ પામે તો તે અજ્ઞાનતાની સ્થિતિમાં મૃત્યુ પામશે, અને જે વ્યક્તિ મારી કોમ વિરુદ્ધ ભ્રષ્ટાચાર ફેલાવશે, અને સદાચારી તેમજ દુરાચારી દરેકનું કતલ કરશે, ન તો કોઈ મોમિનનું ધ્યાન રાખશે અને ન તો અમારી સાથે કરાર કરેલ અન્ય લોકોનો ખ્યાલ કરશે, તો તેનો મારી સાથે કોઈ સબંધ નથી અને મારો તેની સાથે કોઈ સબંધ નથી».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ અમીરના આજ્ઞાપાલનથી ભટકે, ઇસ્લામના જૂથમાંથી અલગ થાય, ઇમામ પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા પર અસંમત થાય અને તે અલગતા અને અભાવની સ્થિતિમાં મૃત્યુ પામે તો તે અજ્ઞાનતાની સ્થિતિમાં મૃત્યુ પામે છે, ... તેમજ નબી ﷺ એ જણાવ્યું કે જે કોઈ ધ્વજ હેઠળ લડે અને સત્યને અસત્યથી અલગ ન કરે ફક્ત પોતાની ખાનદાન અને પોતાના કબીલાની લાલસા માટે ગુસ્સો કરે, દીન તેમજ સત્યની મદદ ન કરે, જોયા જાણ્યા વગર ફક્ત ખાનદાની લાલસામાં લડતો હોય અને જો તે એ સ્થિતિમાં મૃત્યુ પામ્યો તો તે પણ અજ્ઞાનતાની સ્થિતિમાં મૃત્યુ પામ્યો. અને જે કોઈ નબી ﷺ ના રાષ્ટ્ર સામે બળવો કરે, તેના ન્યાયી અને દુષ્ટ લોકો પર પ્રહાર કરે, અને તે જે કરે છે તેની પરવા કરતો નથી અને મોમિનોને કતલ કરવાની સજાથી ડરતો નથી, તેમજ તે કાફિરોને કતલ કરવાથી ડરતો નથી, જે લોકોએ મુસલમાનો સાથે કરાર કરી રાખ્યો છે, અને શાસકોને પણ, તો આ કબીરહ ગુનાહો માંથી છે, જે આવું કરશે તેના માટે સખત ચેતના આપવામાં આવી છે

Hadeeth benefits

  1. અલ્લાહએ વર્ણવેલ ગુનાહના કામો સિવાય શાસકોનું અનુસરણ કરવું જરૂરી છે.
  2. જે ઇમામના અનુસરણ કરવાથી વિચલીત રહ્યો તેમજ મુસલમાનોના જૂથથી અલગ રહ્યો તો તેના માટે સખત ચેતના આપી છે, જે આ સ્થિતિમાં મૃત્યુ પામશે તો તે અજ્ઞાનતા માર્ગ પર મૃત્યુ પામ્યો.
  3. આ હદીષમાં ખાનદાની લાલસામાં કતલ કરવા પર રોક લગાવી છે.
  4. જો કરાર કર્યો હોય તો તેનું પાલન કરવું જરૂરી છે.
  5. અનુસરણ કરવાથી અને જૂથ સાથે ભેગું રહેવાના ઘણા ફાયદા અને ભલાઈ છે, તેમજ અમન અને શાંતિ, તદુપરાંત ઘણી પરિસ્થિતિઓનો ઉકેલ પણ છે.
  6. અજ્ઞાનતાના સમયની કોઈ પણ વસ્તુથી સરખામણી કરવા પર રોક લગાવી છે.
  7. મુસલમાનના જૂથ સાથે ભેગી રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.