- આ હદીષ ઉચ્ચ અફસર ને તેમના નાયબો (ઉત્તરાધિકારી) માટે ખાસ નથી, પરંતુ આ હદીષ પ્રમાણે પોતાના હેઠળ કામ કરવા વાળા તે લોકો પણ આવે છે, જેમની હેઠળ અલ્લાહ તઆલા એ કામ કરનારાઓની જવાબદારી સોંપી હોય.
- તે દરેક વ્યક્તિ માટે જરૂરી છે, જેને મુસલમાનોના સામાન્ય કામોની જવાબદારી સોંપવામાં આવી હોય, કે તે તેમને નસીહત કરે, તેમની અમાનત પુરી કરવા માટે પ્રયત્ન કરે અને તે ખિયાનત (દગો) કરવાથી બચે.
- લોકોનો જવાબદાર વ્યક્તિ ખાસ હોય કે સામાન્ય, નાનો હોય કે મોટો દરેકને પૂછપરછ કરવામાં આવશે તેની મહત્ત્વતા.