/ તમે અલ્લાહનો તકવો જરૂરી અપનાવો, અમીરની વાત સ્વીકારવા અને તેના અનુસરણની નસીહત કરું છું, તે હોદ્દેદાર ભલેને એક હબશી ગુલામ જ કેમ ન હોય, હું મારા પછી જે જીવિત રહીશે તેઓ સખત વિવાદ જોશે, તો તમે મારી સુન્નત અને હિદાયત પામેલ ખુલફાના તરીકાને મજબૂતી ...

તમે અલ્લાહનો તકવો જરૂરી અપનાવો, અમીરની વાત સ્વીકારવા અને તેના અનુસરણની નસીહત કરું છું, તે હોદ્દેદાર ભલેને એક હબશી ગુલામ જ કેમ ન હોય, હું મારા પછી જે જીવિત રહીશે તેઓ સખત વિવાદ જોશે, તો તમે મારી સુન્નત અને હિદાયત પામેલ ખુલફાના તરીકાને મજબૂતી ...

ઇરબાઝ બિન સારિયહ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે, તેઓ કહે છે: એક દિવસે નબી ﷺ એ અમને નમાઝ પઢાવી, અમને ખૂબ જ ફાયદાકારક નસીહત કરી, જેના કારણે અમારા દિલ નરમ થઈ ગયા અને અમારી આંખો માંથી આંસુ નીકળી આવ્યા, એક વ્યક્તિએ કહ્યું, હે અલ્લાહના રસૂલ ! આ તો કોઈ વિદાય લેનાર વ્યક્તિની નસીહત લાગી રહી છે, તો તમે અમને શું નસીહત કરી રહ્યા છો? નબી ﷺ એ કહ્યું: «તમે અલ્લાહનો તકવો જરૂરી અપનાવો, અમીરની વાત સ્વીકારવા અને તેના અનુસરણની નસીહત કરું છું, તે હોદ્દેદાર ભલેને એક હબશી ગુલામ જ કેમ ન હોય, હું મારા પછી જે જીવિત રહીશે તેઓ સખત વિવાદ જોશે, તો તમે મારી સુન્નત અને હિદાયત પામેલ ખુલફાના તરીકાને મજબૂતી સાથે થામી લો, તેને પોતાના અણીદાર દાંતો વડે મજબૂત પકડી લેશો અને દીનમાં ઘઢી કાઢેલી નવી વાતોથી બચીને રહેજો, કારણકે દરેક બિદઅત પથ્ભ્રષ્ટતા છે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ સહાબાઓને અસરકારક નસીહત કરી, જેના કારણે દિલ નરમ પડી ગયા અને આંખો માંથી આંસુ આવી ગયા, સહાબાઓએ સવાલ કર્યો: હે અલ્લાહના રસૂલ ! આ તો કોઈ વિદાય લેનાર વ્યક્તિની નસીહત લાગી રહી છે, જ્યારે તેમણે જોયું કે નબી ﷺ ની નસીહતમાં વ્યાપક શબ્દો અને ગંભીર સ્થિતિ જોવા મળી, એટલા માટે તે લોકોએ વસિયત તલબ કરી, જેથી તેમના પછી તેઓ તેના પર અડગ રહી શકે, નબી ﷺ એ કહ્યું: હું તમને અલ્લાહના તકવાની વસિયત કરું છું, અને તે એ કે તેના અનિવાર્ય કામોને કરવામાં આવે અને અવેદ્ય કામોને છોડી દેવામાં આવે. ઈતાઅત અને અનુસરણ: અર્થાત્: અમીરો અને હોદ્દેદારોનું અનુસરણ, ભલેને તમારો હોદ્દેદાર અથવા તમારો જવાબદાર એક ગુલામ જ કેમ ન હોય, અર્થાત્ તમારા પર એક તુચ્છ ગુલામ જ જવાબદાર હોય, તમે તેની અવજ્ઞા નથી કરી શકતા, પરંતુ તમારે તેની ઈતાઅત અને અનુસરણ કરવું પડશે, ભ્રષ્ટાચાર ઉભો ના થાય તેના માટે, કારણકે તમારા પછી તમે ઘણા વિવાદ જોવાનો છો, ત્યારબાદ આ વિવાદથી નીકળવાનો માર્ગ બતાવ્યો, અને તે માર્ગ એ હતો કે અલ્લાહના રસૂલ ﷺ ની સુન્નત અને માર્ગદર્શિત ખુલફાએ રાશિદીન, અબૂ બકર સિદ્દીક, ઉમર બિન ખત્તાબ, ઉષ્માન બિન અફ્ફાન, અલી બિન અબી તાલિબ રઝી અલ્લાહુ અન્હુમ ના તરીકા પર મજબૂતી સાથે અડગ રહેવું, અને તેને પોતાના દાતો વડે મજબૂતી સાથે પકડી રાખો, -નોકીલા દાતો વડે-: આ ઉદાહરણ દ્વારા મજબૂતી સાથે સુન્નત પર અડગ રહેવાનું કહ્યું છે, અને તેમને દીનમાં નવી વાતો અને બિદઅતથી બચવાની ચેતવણી આપી, કારણકે દરેક બિદઅત પથ્ભ્રષ્ટતાના માર્ગ તરફ લઈ જાય છે.

Hadeeth benefits

  1. સુન્નત પર અડગ રહેવા અને તેનું અનુસરણ કરવાની મહત્ત્વતા.
  2. નસીહત અને શિખામણ દ્વારા દિલ નરમ થઈ જાય છે.
  3. નબી ﷺ પછી ચારેય હિદાયત પામેલ ખુલફાઅ રઝી અલ્લાહુ અન્હુમના માર્ગને પકડી રાખવો, અને તે ચારેય અબૂબકર, ઉમર, ઉષ્માન અને અલી રઝી અલ્લાહુ અન્હુમ છે.
  4. દીનમાં નવી વાતો પર રોક લગાવી છે, અને તે દરેક બિદઅત પથ્ભ્રષ્ટતા છે.
  5. જો તમારો હોદ્દેદાર તમને ગુનાહ કરવાનો આદેશ ન આપતો હોય તો તેનું અનુસરણ કરવું તમારા માટે જરૂરી છે.
  6. દરેક સમયે અને દરેક પરિસ્થિતિમાં અલ્લાહનો તકવો અપનાવવાની મહત્ત્વતા.
  7. આ ઉમ્મતમાં વિવાદ જોવા મળશે, જ્યારે જોવા મળે ત્યારે નબી ﷺની સુન્નત અને ચારેય ખલીફાનો તરીકો અપનાવવા પર જોર આપ્યું છે.