- શિકાર કરવા અથવા જાનવરોને સાચવવા માટે કુતરા રાખવા જાઈઝ છે, તે સિવાયના કોઈ પણ કામ માટે કુતરા રાખવા હરામ છે.
- ચિત્રો બનાવવા તે ગુનાહના કામો માંથી છે, જેના દ્વારા ફરિશ્તાઓ દૂર જતાં રહે છે, અને ચિત્રોનું ઘરમાં હોવું, અલ્લાહની રહેમતથી વંચિત રહી જવાનું કારણ છે, એવી જ રીત કુતરા બાબતે પણ.
- ફરિશ્તાઓ તે ઘરમાં દાખલ થતાં નથી જેમાં ચિત્ર અને કૂતરું હોય છે, તે રહેમતના ફરિશ્તાઓ હોય છે, પરંતુ સુરક્ષાના ફરિશ્તા, જેમના બીજા કામ હોય છે, જેમકે મોતનો ફરિશ્તો, તો તે દરેક ઘરમાં દાખલ થાય છે.
- દિવાલો તથા અન્ય જગ્યાઓ પર જીવિત લોકોના ચિત્રો લટકાવવા હરામ છે.
- ઈમામ ખત્તાબી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: ફરિશ્તાઓ તે ઘરમાં દાખલ નથી થતા, જેમાં કુતરા અથવા એવા ચિત્રો હોય, જેના માલિક બનવું અશક્ય છે, પરંતુ શિકાર કરવા અથવા જાનવરો પાડવા માટે રાખવામાં આવતા કુતરા હરામ નથી, અને તે ચિત્રો જેમાં કોઈ જીવનું ચિત્ર ન હોય, જેમક ગાદલાં, ઓશીકા, વગેરે પર હોય છે, તો તે ફરિશ્તાઓના ઘરમાં દાખલ થવાથી રોકતા નથી.