/ કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને અપરાધી અથવા કાફિર હોવાનો આરોપ ન લગાવે, તે તેની તરફ જ પાછું ફરી આવશે, જો વાસ્તવમાં તે વ્યક્તિ અપરાધી અથવા કાફિર ન હોય...

કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને અપરાધી અથવા કાફિર હોવાનો આરોપ ન લગાવે, તે તેની તરફ જ પાછું ફરી આવશે, જો વાસ્તવમાં તે વ્યક્તિ અપરાધી અથવા કાફિર ન હોય...

અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને અપરાધી અથવા કાફિર હોવાનો આરોપ ન લગાવે, તે તેની તરફ જ પાછું ફરી આવશે, જો વાસ્તવમાં તે વ્યક્તિ અપરાધી અથવા કાફિર ન હોય».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અન્ય વ્યક્તિને આ પ્રકારના શબ્દો કહેવાથી સચેત કર્યા છે: તું અપરાધી છે, અથવા: તું કાફિર છે, જો તે વ્યક્તિ તે નહી હોય, જેવુ કે તમે કહ્યું, તો તમે કહેલા દરેક ગુણો તમારી તરફ પાછા ફેરવી દેવામાં આવશે, અને જો તે વ્યક્તિ તેના કહેવા પ્રમાણે જ હશે તો તેની તરફ કઈ જ પાછું નહીં ફરે; કારણકે તે પોતાની વાતમાં સાચો છે.

Hadeeth benefits

  1. યોગ્ય કારણ વગર કોઈને અપરાધી અથવા કાફિર કહેવું હરામ છે.
  2. લોકો પ્રત્યે નિર્ણય કરતાં પહેલા પુરાવા શોધવા જરૂરી છે.
  3. ઈમામ ઈબ્ને દકીક અલ્ ઇદે કહ્યું: આ એક મહાન ચેતવણી છે, તે લોકો માટે જે મુસલમાનોને કાફિર કહે, જો કે કાફિર ન હોય, આ એક મોટી બાબત છે.
  4. ઈમામ ઈબ્ને હજર અસ્કલાની રહિમહુલ્લાહએ કહ્યું: પરંતુ આ સ્થિતિમાં તેનું અપરાધી અથવા કાફિર ન હોવું, પરંતુ આ સ્થિતિમાં કેટલીક વિગતો છે: જે તેને નસીહત કરવાના હેતુથી અથવા તેની સ્થિતિ વર્ણન કરી અન્યને નસીહત અથવા શિખામણ આપવા ઈચ્છતો હોય તો તે જાઈઝ છે, પરંતુ જો તેનો ઇરાદો તેને અપમાનિત કરવાનો અથવા તેને વિખ્યાત કરવાનો હોય અથવા તેને તકલીફ પહોંચાડવાનો હોય, તો તે જાઈઝ નથી; કારણકે તેની બાબતે છુપાવવાનો, નસીહત કરવાનો અને શિખામણ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે, તેની કેટલીય નમ્રતા સાથે તે આ કાર્ય કરે, તે તેના માટે જાઈઝ નથી; કારણકે તે ફિતનામાં સપડાઈ શકે છે, અથવા તે કાર્યને વારંવાર કરવા ઉત્સાહિત થઈ શકે છે, જેવુ કેટલાક લોકોની ફિતરત હોય છે, ખાસ કરીને જ્યારે તેની બાબત તેના દરજ્જા કરતાં નીચી હોય.