ઉમ્મુલ્ મુઅમિનીન સલમા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «ભવિષ્યમાં તમારા પર કેટલાક એવા અમીર (હોદ્દેદારો) નક્કી કરવામાં આવશે, જેમના કે...
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે આપણા પર એવા હોદ્દેદારો નક્કી કરવામાં આવશે, જેમના કેટલાક અમલ આપણે જાણતા હશું, તેમાંથી જે કાર્યો શરીઅત પ્રમાણે હશે તેમની પ...
ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમે મારા પછી એવા કાર્યો જોશો જેને તમે નાપસંદ કરશો» સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર...
નબી ﷺ એ જણાવ્યું કે મુસલમાનો પર એવા શાસકો આવશે, જેઓ મુસલમાનોના માલ અથવા અન્ય દુન્યવી બાબતોમાં હેરાફેરી કરશે, તેનો પોતાની મરજી પ્રમાણે ઉપયોગ કરશે અને ત...
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી દરેક વ્યક્તિ જવાબદાર છે, અને દરેકને પોતાની જવાબદારી વિ...
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સમાજનો દરેક મુસલમાન જવાબદાર છે, અને તેને તેની જવાબદારી વિષે જરૂર સવાલ કરવામાં આવશે, બસ આગેવાન અને શાસક તે લોકોના જવાબદાર...
આયશા રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે મેં આપ ﷺ ને મારા ઘરમાં આ શબ્દો કહેતા સાંભળ્યા: «હે અલ્લાહ ! જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તે...
આ હદીષમાં નબી ﷺ એ તે દરેક મુસ્લિમ માટે દુઆ કરી છે જે બદદુઆ (શ્રાપ) કરી છે, જે મુસલમાનના કોઈ કાર્યોની જવાબદારી હાથમાં લે, તે જવાબદારી નાની હોય કે મોટી,...
તમીમ દારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, નબી ﷺ એ કહ્યું: «દીન નસીહત (શુભચિંતન) નું નામ છે » અમે સવાલ કર્યો કોના માટે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહ, તેની...
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે ઇસ્લામ દીન ઇખલાસ (નિખાલસતા) અને સત્યતા પર કાયમ છે, માટે દરેક કામ તે પ્રમાણે જ કરવું જોઈએ, જેવી રીતે અલ્લાહ તઆલા એ આદેશ...

ઉમ્મુલ્ મુઅમિનીન સલમા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «ભવિષ્યમાં તમારા પર કેટલાક એવા અમીર (હોદ્દેદારો) નક્કી કરવામાં આવશે, જેમના કેટલાક કાર્યો તમને પસંદ આવશે અને કેટલાક પસંદ નહીં આવે, જે વ્યક્તિ તેમના (ખરાબ કાર્યોને) ખરાબ કહેશે, તો તે ગુનાહથી બચી જશે અને જે વ્યક્તિ તેમના ખરાબ કાર્યોનો ઇન્કાર કરશે તો તે પણ સલામત રહેશે, પરંતુ જે વ્યક્તિ (તેમના ખરાબ કાર્યો પર) ખુશ થશે અને તેનું અનુસરણ કરશે, તો તે પણ (તેમની માફક જ નષ્ટ થઈ જશે)» લોકોએ સવાલ કર્યો શું અમે તેમની સાથે યુદ્ધ ન કરીએ? નબી ﷺ એ કહ્યું: «ના, (આવું ન કરતા) જ્યાં સુધી તેઓ નમાઝ પઢતા રહે».

ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમે મારા પછી એવા કાર્યો જોશો જેને તમે નાપસંદ કરશો» સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! તો તમે અમને શું આદેશ આપો છે? નબી ﷺ એ કહ્યું: «તમારા પર જેની જવાબદારી છે તેના અધિકાર આપતા રહેજો અને પોતાના અધિકાર માટે અલ્લાહ સમક્ષ દુઆ કરતાં રહેજો».

અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી દરેક વ્યક્તિ જવાબદાર છે, અને દરેકને પોતાની જવાબદારી વિશે સવાલ કરવામાં આવશે, પુરુષ પોતાના ઘરવાળાઓનો જવાબદાર છે, તેથી તેને પોતાના ઘરવાળાઓ વિશે સવાલ કરવામાં આવશે, સ્ત્રી પોતાના પતિના ઘરવાળાઓની જવાબદાર છે, તેથી તેને પોતાની જવાબદારી વિશે સવાલ કરવામાં આવશે, નોકર પોતાના માલિકના માલનો જવાબદાર છે, તેથી તેને તેના માલિકના માલ વિશે સવાલ કરવામાં આવશે, ખબરદાર તમારા માંથી દરેક વ્યક્તિ જવાબદાર છે, અને તેને તેની હેઠળના લોકો વિશે સવાલ કરવામાં આવશે».

આયશા રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે મેં આપ ﷺ ને મારા ઘરમાં આ શબ્દો કહેતા સાંભળ્યા: «હે અલ્લાહ ! જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તેમને સખતીમાં નાખી દે તો તું પણ તેને સખતીમાં નાખી દે, જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તેમની સાથે નરમી કરે તો તું પણ તેમની સાથે નરમી કર».

તમીમ દારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, નબી ﷺ એ કહ્યું: «દીન નસીહત (શુભચિંતન) નું નામ છે » અમે સવાલ કર્યો કોના માટે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહ, તેની કિતાબ, તેના રસૂલ અને મુસલમાનોના આગેવાન તેમજ સામાન્ય લોકો માટે».

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ એ આ આયતની તિલાવત કરી, {તે જ અલ્લાહ તઆલા છે, જેણે તમારા પર કિતાબ ઉતારી, જેમાં કેટલીક આયતો તો મુહકમ્ (સ્પષ્ટ) આયતો છે, અને આ જ આયતો કિતાબની મૂળયુ છે, અને કેટલીક સંદિગ્ધ આયતો છે, બસ ! જે લોકોના હૃદયોમાં આડાઇ છે તે તો આ (કિતાબ) ની સંદિગ્ધ આયતોની પાછળ લાગી જાય છે, અને તેઓ પોતાની મનેચ્છા પ્રમાણે અર્થઘટન કરે છે, પરંતુ તે આયતોનો સાચો અર્થ અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી, અને સચોટ જ્ઞાની એવું જ કહે છે કે અમે તો આના પર (સંદિગ્ધ આયતો પર) ઇમાન લાવી ચુકયા, સંપૂર્ણ આયતો અમારા પાલનહાર તરફથી છે અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે} [આલિ ઇમરાન: ૭] આપ ﷺ એ કહ્યું: «જ્યારે તમે જુઓ કે લોકો મુતશાબહ આયત (એવી આયત જેની સ્પષ્ટતા અલ્લાહને જ ખબર હોય) પાછળ પડ્યા હોય તો સમજી લો કે આ તે જ લોકો છે, જેમનું વર્ણન ઉપરોક્ત આયતમાં કરવામાં આવ્યું છે, તમે લોકો તેમનાથી બચો».

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «‌તમારા માંથી કોઈ વ્યક્તિ બુરાઈ થતી જુએ તો તે તેને પોતાના હાથ વડે રોકે, જો હાથ વડે રોકવાની શક્તિ ન હોય તો પોતાની જબાન વડે તે બુરાઈને રોકે, અને જો તે તેની પણ શક્તિ ન ધરાવતો હોય તો તે બુરાઈને પોતાના દિલમાં ખરાબ સમજે, આ ઈમાનનો સૌથી કમજોર દરજ્જો છે».

નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ એ નક્કી કરેલ હદનો ખ્યાલ રાખનાર અને અલ્લાહએ નક્કી કરેલ હદ વટાવી જનાર વ્યક્તિનું ઉદાહરણ તે લોકો જેવુ છે, જેમણે એક હોડી બાબતે ચિઠ્ઠી ઊછાળી, જેના પરિણામે કેટલાક લોકો હોડીના ઉપરના ભાગમાં અને કેટલાક લોકો નીચેના ભાગમાં વહેંચાઈ ગયા, જે લોકો નીચેના ભાગમાં હતા તેઓને પાણી લેવા માટે ઉપર જવું પડતું હતું, તો તેઓ કહેવા લાગ્યા: શું આપણે આપણા ભાગમાં કાળું ન કરી લઈએ, જેથી ઉપરના લોકોને તકલીફ ન થાય, જો ઉપરના ભાગના લોકો તેમને એજ સ્થિતિમાં છોડી દે, તો તે દરેકે દરેક લોકો નષ્ટ થઈ જશે, અને જો તેઓ તેમને આવું કરવાથી રોકી લેશે તો તેઓ દરેક બચી જશે».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ કોઈને હિદાયતના માર્ગની દઅવત આપી, તો તેને પણ તે હિદાયતનું અનુસરણ કરનાર બરાબર સવાબ આપવામાં આવશે, અને તેના સવાબમાં કંઈ પણ કમી કરવામાં નહીં આવે, અને જેણે કોઈને ગુનાહની દઅવત આપી, તો તેના પર પણ તે ગુનાહ કરનારના ગુનાહનો ભાર હશે, અને તેના ગુનાહમાં સહેજ પણ કમી કરવામાં નહીં આવે».

અબૂ મસ્ઉદ અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે: એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મારી સવારીનું જાનવર જતું રહ્યું છે,અર્થાત્ મને સવારીનો બંદોબસ્ત કરી આપો, તો નબી ﷺ એ કહ્યું: «મારી પાસે કોઈ સવારી નથી», આ સાંભળી એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું તમને એવો વ્યક્તિ બતાવું છું, જે તેને સવારીનો બંદોબસ્ત કરી આપશે, તો નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ કોઈને કોઈ ભલાઈ તરફ માર્ગદર્શન આપ્યું તો તેને પણ નેકી કરવાવાળા જેટલો જ સવાબ મળશે».

સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ખૈબરના દિવસે કહ્યું: «આવતી કાલે હું ધ્વજ એવા વ્યક્તિને આપીશ, જેના હાથ વડે અલ્લાહ વિજય અપાવશે, અને જે અલ્લાહ અને તેના પયગંબરથી મોહબ્બત કરે છે, અને અલ્લાહ અને તેનો રસૂલ પણ તેનાથી મોહબ્બત કરે છે», રિવાયત કરનાર કહે છે કે દરેકે લોકોએ રાત એ ચિંતામાં પસાર કરી કે કાલે અલ્લાહના પયગંબર આ ધ્વજ કોને આપશે? જ્યારે સવાર પડી તો દરેક લોકો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે આવ્યા એ આશા રાખી કે ધ્વજ અમને મળશે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલી બિન અબી તાલિબ ક્યાં છે?» કહ્યું કે હે અલ્લાહના પયગંબર! તેમની આંખોમાં કંઈક તકલીફ છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તેમને મારી પાસે લાવો», જ્યારે તેમને બોલાવવામાં આવ્યા તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમની આંખો પર પોતાનું થુંક લગાવ્યું અને તેમના માટે દુઆ કરી, દુઆની બરકતથી તેઓ એવી રીતે સાજા થઈ ગયા કે તેમને કોઈ બીમારી હતી જ નહીં, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ધ્વજ તેમને આપ્યો, તો અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: હે અલ્લાહના રસૂલ! હું તેમની સાથે ત્યાં સુધી યુદ્ધ કરીશ જ્યાં સુધી તેઓ આપણા જેવા ન બની જાય? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «(ના પરંતુ) શાંતિથી ચાલતા રહો અહીં સુધી કે તમે તેમના મેદાનમાં પહોંચી જાઓ, ફરી તેમને ઇસ્લામ તરફ બોલાવો અને પછી તેમને જણાવો કે તેમના પર અલ્લાહના ક્યાં ક્યાં હકો અનિવાર્ય છે, અલ્લાહની કસમ! જો અલ્લાહ તઆલા એક વ્યક્તિને પણ તમારા દ્વારા ઇસ્લામની હિદાયત આપી દે, તો તે તમારા માટે લાલા ઊંટો કરતા પણ વધુ ઉત્તમ છે».

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે આપ ﷺ એ કહ્યું: «જે કોમ કોઈનું અનુસરણ કરશે તો તે કોમ તેમના માંથી જ ગણાશે».