- આ હદીષ નબી ﷺ ના નબી હોવાની દલીલો માંથી એક છે કે નબી ﷺ એ જે બાબતો વિષે ખબર આપી તે થઈ.
- જે વ્યક્તિ પાસે મુસીબત આવનારી હોય તેને તે વિષે ખબર આપવી જાઈઝ છે; કારણકે તે સંતુષ્ટ થઈ સબર કરે અને અલ્લાહ પાસે સવાબની અપેક્ષા રાખે.
- કુરઆન અને હદીષ સાથે જોડાયેલું રહેવું આવનાર ફિતના અને મતભેદોથી બચવાનો માર્ગ છે.
- આ હદીષમાં સારા કામોમાં શાસકોની વાત સાંભળવા અને તેમનું અનુસરણ કરવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, અને તેમના વિરુદ્ધ બળવો કરવાથી રોક્યા છે, જો કોઈ તેમાં સપડાઈ ગયો તો તેણે જુલમ કર્યું.
- ફિતનાના સમયે સુન્નતનું અનુસરણ કરવું જોઈએ અને હિકમત અપનાવવી જોઈએ.
- માનવી પર વાજિબ (જરૂરી) છે તે પોતાના અધિકારો પૂરા પડે, ભલેને તેના પર કોઈ જુલમ પણ કેમ ન થતો હોય.
- આ હદીષમાં એક નિયમ વર્ણન કરવામાં આવ્યો: બે બુરાઈઓ અથવા બે નુકસાન માંથી જે થોડી બુરાઈ અથવા થોડું નુકસાન હોય તેને અપનાવી શકીએ છીએ.