- આ હદીષમાં અલી બિન તાલિબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) ની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની સાક્ષી આપવી કે અલ્લાહ અને તેના રસૂલ તેમનાથી મોહબ્બત કરે છે અને તેઓ પણ અલ્લાહ અને તેનો રસૂલ પણ મોહબ્બત કરે છે.
- નેકીના કામો કરવાની સહાબાઓની ઉત્સુકતા અને તેમાં મુકાબલો.
- યુદ્ધ વખતે અદબનો ખ્યાલ રાખવો, બિન જરૂરી અને હેરાન કરનાર આવજોથી બચવું જોઈએ.
- નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની પયગંબરીના પુરાવા માંથી છે કે તેમણે યહૂદીઓ પર વિજય પ્રાપ્ત થવાની સૂચના આપી, અને અલ્લાહના આદેશથી અલી બિન તાલિબની આંખો ઠીક થવી.
- જિહાદનો એક ભવ્ય હેતુ એ કે લોકો વધુમાં વધુ ઇસ્લામમાં દાખલ થાય.
- અલ્લાહ તરફ દઅવત આપવામાં તરતીબનો ખ્યાલ કરવો, સૌ પ્રથમ જબાન વડે શહાદતની સાક્ષી આપી ઇસ્લામની દઅવત આપવામાં આવે, ત્યાર બાદ અન્ય આદેશો પર અમલ કરવાનો આદેશ આપવામાં આવે.
- ઇસ્લામ તરફ આમંત્રણ આપવાની મહત્ત્વતા, અને આમંત્રણ આપનાર અને જેને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, તે બન્ને માટે ભલાઈ પ્રાપ્ત થઈ શકે છે, જેને દઅવત આપવામાં આવી છે તેને માર્ગદર્શન મળી જશે અને જે દઅવત આપનાર છે તેને મહાન સવાબ મળશે.