/ ભવિષ્યમાં તમારા પર કેટલાક એવા અમીર (હોદ્દેદારો) નક્કી કરવામાં આવશે, જેમના કેટલાક કાર્યો તમને પસંદ આવશે અને કેટલાક પસંદ નહીં આવે, જે વ્યક્તિ તેમના (ખરાબ કાર્યોને) ખરાબ કહેશે, તો તે ગુનાહથી બચી જશે અને જે વ્યક્તિ તેમના ખરાબ કાર્યોનો ઇન્કાર કર...

ભવિષ્યમાં તમારા પર કેટલાક એવા અમીર (હોદ્દેદારો) નક્કી કરવામાં આવશે, જેમના કેટલાક કાર્યો તમને પસંદ આવશે અને કેટલાક પસંદ નહીં આવે, જે વ્યક્તિ તેમના (ખરાબ કાર્યોને) ખરાબ કહેશે, તો તે ગુનાહથી બચી જશે અને જે વ્યક્તિ તેમના ખરાબ કાર્યોનો ઇન્કાર કર...

ઉમ્મુલ્ મુઅમિનીન સલમા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «ભવિષ્યમાં તમારા પર કેટલાક એવા અમીર (હોદ્દેદારો) નક્કી કરવામાં આવશે, જેમના કેટલાક કાર્યો તમને પસંદ આવશે અને કેટલાક પસંદ નહીં આવે, જે વ્યક્તિ તેમના (ખરાબ કાર્યોને) ખરાબ કહેશે, તો તે ગુનાહથી બચી જશે અને જે વ્યક્તિ તેમના ખરાબ કાર્યોનો ઇન્કાર કરશે તો તે પણ સલામત રહેશે, પરંતુ જે વ્યક્તિ (તેમના ખરાબ કાર્યો પર) ખુશ થશે અને તેનું અનુસરણ કરશે, તો તે પણ (તેમની માફક જ નષ્ટ થઈ જશે)» લોકોએ સવાલ કર્યો શું અમે તેમની સાથે યુદ્ધ ન કરીએ? નબી ﷺ એ કહ્યું: «ના, (આવું ન કરતા) જ્યાં સુધી તેઓ નમાઝ પઢતા રહે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે આપણા પર એવા હોદ્દેદારો નક્કી કરવામાં આવશે, જેમના કેટલાક અમલ આપણે જાણતા હશું, તેમાંથી જે કાર્યો શરીઅત પ્રમાણે હશે તેમની પુષ્ટિ કરીશું અને જે શરીઅત વિરુદ્ધ હશે તેનો ઇન્કાર કરીશું, જે વ્યક્તિ ગુનાહને દિલમાં બુરાઈ સમજશે, અને તેની પાસે ઇન્કાર કરવાની શક્તિ નહીં હોય તો તે વ્યક્તિ નિફાક અને ગુનાહથી પાક ગણવામાં આવશે, અને જે વ્યક્તિ પોતાના હાથ અને જબાન વડે ઇન્કાર કરવાની શક્તિ ધરાવતો હશે અને તે ઇન્કાર પણ કરશે તો તે ગુનાહથી સુરક્ષિત થઈ જશે અને તેમની સાથે સહભાગી બનવાથી બચી જશે, પરંતુ જે વ્યક્તિ તેમનાથી ખુશ થશે અને તેમનું અનુસરણ કરશે તો તે પણ તેમની માફક જ નષ્ટ થઈ જશે. ફરી લોકોએ નબી ﷺ ને સવાલ કર્યો: તેમના આ લક્ષણોના કારણે શું અમે તેમની સાથે યુદ્ધ ન કરીએ? નબી ﷺ એ લોકોને આવું કરવાથી રોક્યા, અને કહ્યું: જ્યાં સુધી તેઓ તમારી વચ્ચે નમાઝ પઢતા રહે ત્યાં સુધી તમે તેમની સામે યુદ્ધ ન કરો.

Hadeeth benefits

  1. નબી ﷺ ની નુબૂવ્વતની નિશાનીઓ માંથી એક તે પણ છે કે નબી ﷺ એ ગેબની વાતો વિશે જે જાણકારી આપી છે તે જરૂર થઈને જ રહેશે.
  2. કોઈ ગુનાહના કાર્ય પર ખુશ થવું અથવા તેનો કોઈ પણ રીતે સાથ આપવો જાઈઝ નથી, તેનો ઇન્કાર વાજિબ (અનિવાર્ય) છે.
  3. જ્યારે કોઈ હોદ્દેદાર શરીઅત વિરુદ્ધ આદેશ આપે તો તે બાબતમાં તેનું અનુસરણ કરવું જાઈઝ નથી.
  4. મુસલમાન હોદ્દેદારો વિરુદ્ધ મોરચા કાઢવા પર રોક લગાવી છે; જેના કારણે ભષ્ટાચાર ફેલાય છે, ખૂનામરકી અને અશાંતિ ફેલાય છે, એટલા માટે નાફરમાન શાસકોની અવજ્ઞાને સહન કરવી અને તેમના તરફથી મળતી તકલીફ પર સબર કરવું વધારે સરળ છે.
  5. નમાઝનું એક અલગ જ મહત્વ છે, તે કુફ્ર અને ઇસ્લામ વચ્ચે તફાવત કરવાવાળી છે.