/ ‌તમારા માંથી કોઈ વ્યક્તિ બુરાઈ થતી જુએ તો તે તેને પોતાના હાથ વડે રોકે, જો હાથ વડે રોકવાની શક્તિ ન હોય તો પોતાની જબાન વડે તે બુરાઈને રોકે, અને જો તે તેની પણ શક્તિ ન ધરાવતો હોય તો તે બુરાઈને પોતાના દિલમાં ખરાબ સમજે, આ ઈમાનનો સૌથી કમજોર દરજ્જો...

‌તમારા માંથી કોઈ વ્યક્તિ બુરાઈ થતી જુએ તો તે તેને પોતાના હાથ વડે રોકે, જો હાથ વડે રોકવાની શક્તિ ન હોય તો પોતાની જબાન વડે તે બુરાઈને રોકે, અને જો તે તેની પણ શક્તિ ન ધરાવતો હોય તો તે બુરાઈને પોતાના દિલમાં ખરાબ સમજે, આ ઈમાનનો સૌથી કમજોર દરજ્જો...

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «‌તમારા માંથી કોઈ વ્યક્તિ બુરાઈ થતી જુએ તો તે તેને પોતાના હાથ વડે રોકે, જો હાથ વડે રોકવાની શક્તિ ન હોય તો પોતાની જબાન વડે તે બુરાઈને રોકે, અને જો તે તેની પણ શક્તિ ન ધરાવતો હોય તો તે બુરાઈને પોતાના દિલમાં ખરાબ સમજે, આ ઈમાનનો સૌથી કમજોર દરજ્જો છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ પોતાની શક્તિ પ્રમાણે બુરાઈને રોકવાનો આદેશ આપ્યો છે, અને બુરાઈ તે દરેક વસ્તુને કહે છે, જેનાથી અલ્લાહ અને તેના પયગંબરે રોક્યા હોય, બસ તમારા માંથી જે વ્યક્તિ પણ બુરાઈને જુએ તો તેના પર વાજિબ છે કે તે તેને પોતાના હાથ વડે રોકે જો તેની તે શક્તિ ધરાવતો હોય, જો હાથ વડે રોકવાની શક્તિ ન હોય તો પોતાની જબાન વડે તે બુરાઈ કરવાવાળાને રોકે અને તેની સમક્ષ તે બુરાઈના નુકસાન વર્ણન કરે અને તેને આ બુરાઈના બદલામાં સત્ય અને સીધા માર્ગનું માર્ગદર્શન આપે, અને જો તે આ કરવા પર પણ સક્ષમ ન હોય તો તે બુરાઈને પોતાના દિલમાં ખરાબ સમજે અને તેને ના પસંદ કરે અને તેનાથી નફરત કરે અને જો શક્ય હોય તો તે બુરાઈ વાળી જગ્યા છોડી બીજે જતો રહે, અને બુરાઈને પોતાના દિલમાં ખરાબ માનવી, એ ઈમાનનો સૌથી કમજોર દરજ્જો છે.

Hadeeth benefits

  1. આ હદીષમાં બુરાઈને રોકવાના દરજ્જા વર્ણન કરવામાં આવ્યા છે.
  2. આ હદીષમાં બુરાઈને બદલવાના કામને પોતાની ક્ષમતા અને શક્તિ અનુસર કરવાનો આદેશ આપ્યો છે.
  3. બુરાઈને રોકવુ, એ દીનનું એક મહત્વપૂર્ણ કામ છે, આ આદેશ દરે લોકો માટે સામાન્ય છે, પરંતુ દરેક મુસલમાન પર પોતાની શક્તિ પ્રમાણે બુરાઈને રોકવી વાજિબ છે.
  4. ભલાઈનો આદેશ આપવો અને બુરાઈથી રોકવું એ ઈમાનની ગુણવત્તા માંથી છે, અને ઈમાન વધે પણ છે એન ઘટે પણ છે.
  5. બુરાઈને રોકવાની શરત: તે જાણવું જરૂરી છે કે તે બુરાઈ છે.
  6. કોઈ પણ બુરાઈને બદલવા માટે બીજી શરત: જરૂરી છે કે તેનાથી કોઈ મોટી બુરાઈ કરવામાં ન આવે.
  7. ભલાઈનો આદેશ આપવો અને બુરાઈથી રોકવાના ઘણા અદબો અને શરતો છે, જેને શિખવા દરેક મુસાલમન પર જરૂરી છે.
  8. બુરાઈને રોકવા માટે શરીઅતની જાણકારી જરૂરી છે, અને તે ઇલમ તેમજ સમજ છે.
  9. દિલમાં કોઈ પણ બુરાઈ પ્રત્યે નફરત ન હોવી તે ઈમાનનો કમજોર દરજ્જાની દલીલ છે.