- હિદાયતના માર્ગ તરફ માર્ગદર્શન આપવાની મહત્ત્વતા, ભલેને તે વધારે હોય કે ઓછું, અને દઅવત આપનારને પણ અમલ કરનાર બરાબર સવાબ આપવામાં આવશે, આ અલ્લાહની મહાન કૃપા અને શ્રેષ્ઠ રહમ માંથી છે.
- ગુનાહના કામ તરફ માર્ગદર્શન આપવાની ભયાનકતા, ભલેને તે ઓછું હોય કે વધારે, અને દઅવત આપનાર ઉપર પણ ગુનાહ જેટલો જ ભાર હશે જેટલો ગુનાહ કરનાર પર હશે.
- અલ્લાહ પોતાના બંદાઓને બદલો તે પ્રમાણે જ આપે છે જેવો તે અમલ કરે છે, બસ જે ભલાઈ તરફ માર્ગદર્શન આપશે તો તેને અનુસરણ કરનાર બરાબર જ સવાબ મળશે, અને જે ગુનાહના કામ તરફ માર્ગદર્શન આપશે તો તેના પર પણ ગુનાહનો એટલો જ ભાર હશે જેટલો ગુનાહ કરનાર પર હશે.
- એક મુસલમાન માટે જરૂરી છે કે તે જાહેરમાં ગુનાહ કરવાથી બચે એ સ્થિતિમાં કે લોકો તેનું અનુસરણ કરતાં હોય, અને જે તેને જોઈ કોઈ ગુનાહનું કામ કરશે તો તેને પણ એટલોજ ગુનાહ કર્યો ભલેને તે કોઈને તેની તરફ માર્ગદર્શન પણ ન આપતો હોય.