જુન્દુબ્ રઝી, કહે છે: મેં નબી ﷺ ને તેમના મૃત્યુના પાંચ દિવસ પહેલા કહેતા સાંભળ્યા: « હું અલ્લાહ સમક્ષ નિર્દોષ છું કે હું તમારા માંથી કોઈને મારો મિત્ર બ...
નબી ﷺ એ આ હદીષમાં પોતાના સ્થાન વિશે જણાવ્યું કે અલ્લાહ પાસે આપ ﷺનું સ્થાન કેટલું ઉચ્ચ અને મહાન છે આપ ﷺ મોહબ્બતના કેટલા ઊંચા દરજ્જા સુધી પહોંચી ગયા છે...
અબુ હય્યાજ અલ્ અસદી કહે છે: અલી રઝી અલ્લાહુ અન્હુએ મને કહ્યું: શું હું તમને એ મિશન પર મોકલું, જે મિશન માટે અલ્લાહના રસૂલ ﷺ એ મને મોકલ્યો હતો? (નબી ﷺ એ...
નબી ﷺ એ સહાબાઓને આદેશ આપ્યો હતો કે એક પણ પ્રતિમા (મૂર્તિ) છોડશો નહીં, હદીષમાં «તિમ્ષાલન્» શબ્દનો ઉપયોગ થયો જેનો અર્થ પ્રાણ વાળી વસ્તુનું ચિત્ર, ભલે તે...
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક...
નબી ﷺ એ અપશુકન લેવા બાબતે સખત ચેતવણી આપી છે, અને અપશુકન તે છે, જે કોઈ વસ્તુને સાંભળી અથવા કોઈને મનહૂસ સમજવું, તે પક્ષીઓ, જાનવરો, અસક્ષમ લોકો, સંખ્યાઓ,...
ઇમરાન બિન હુસૈન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે અપશુકન કરે અથવા જેના માટે અપશુકન કરવામાં આવ્યું, જેણે ભવિષ્યવાણી કર...
નબી ﷺ એ આ શબ્દો વડે પોતાની ઉમ્મત ને સચેત કર્યા છે તે શબ્દો "તે અમારા માંથી નથી" તેમાંથી કેટલાક કાર્યો નીચે પ્રમાણે છે:
પહેલું: "જે અપશુકન લે અથવા ક...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કોઈ બીમારી ચેપી નથી હોતી, અને અપશુકનની કોઈ વાસ્તવિકતા નથી, હા મને ફાલ (શુકન) લેવું સ...
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અજ્ઞાનતાના કાળમાં લોકો એવો અકીદો ધરાવતા હતા કે બીમારી અલ્લાહના આદેશ વગર એક માથી બીજામાં જાય છે, અને અપશુકન લાગવું એ બાતે...
જુન્દુબ્ રઝી, કહે છે: મેં નબી ﷺ ને તેમના મૃત્યુના પાંચ દિવસ પહેલા કહેતા સાંભળ્યા: « હું અલ્લાહ સમક્ષ નિર્દોષ છું કે હું તમારા માંથી કોઈને મારો મિત્ર બનાવું, બસ અલ્લાહએ મને મિત્ર બનાવ્યો જેવી રીતે કે ઈબ્રાહીમને પોતાનો મિત્ર બનાવ્યો હતો, જો હું મારી કોમ માંથી કોઇ વ્યક્તિને પણ મારો મિત્ર બનાવતો તો હું અબૂ બકર રઝી. ને મારો મિત્ર બનાવતો, ખબરદાર ! તમારાથી પહેલાના લોકોએ પોતાના પયગંબરોની કબરોને સિજદો કરવાની જગ્યા બનવી લીધી, જેથી તમે કબરોને સિજદો કરવાની જગ્યા (મસ્જિદ) ન બનાવશો, કારણેકે હું તમને તેનાથી રોકું છું».
અબુ હય્યાજ અલ્ અસદી કહે છે: અલી રઝી અલ્લાહુ અન્હુએ મને કહ્યું: શું હું તમને એ મિશન પર મોકલું, જે મિશન માટે અલ્લાહના રસૂલ ﷺ એ મને મોકલ્યો હતો? (નબી ﷺ એ મને આ માર્ગદર્શન આપી મોકલ્યો) કે કોઈ પ્રતિમા (મૂર્તિ) જોવો તો તેને છોડશો નહીં (મિટાવી દેજો) અને જે ઊંચી કબર જોવો તેને જમીન બરાબર કરી દેજો.
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, -નબી ﷺ એ આ વાક્ય ત્રણ વખત કહ્યું-», આપણાં માંથી દરેકને શંકા જરૂર થાય છે, પણ અલ્લાહ તઆલા તેને ભરોસા વડે દૂર કરી દે છે.
ઇમરાન બિન હુસૈન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે અપશુકન કરે અથવા જેના માટે અપશુકન કરવામાં આવ્યું, જેણે ભવિષ્યવાણી કરી અથવા કરાવી અને જેણે જાદુ કર્યું અથવા કરાવ્યું તો તે અમારા માંથી નથી, જે વ્યક્તિ જ્યોતિષ પાસે ગયો અને તેની વાતોનો સ્વીકાર કરશે તો તેણે તે શરિઅતનો ઇન્કાર કર્યો જે નબી ﷺ પર ઉતારવામાં આવી છે».
ઝૈદ બિન ખાલિદ અલ્ જુહની રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ એ અમને હુદૈબિયહના સમયે સવારની નમાઝ પઢાવી અને તે રાત્રે વરસાદ પડ્યો હતો, નમાઝ પઢી લીધા પછી આપ લોકો તરફ મોઢું ફેરવ્યું અને કહ્યું: જાણો છો તમારા પાલનહારે શું કહ્યું છે? સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ વધારે જાણે છે, આપ ﷺ એ કહ્યું: તમારા પાલનહારે મને કહ્યું સવાર થતા થતા કેટલાક મોમિન થયા અને કેટલાક કાફિર બની ગયા, બસ જેણે કહ્યું કે અલ્લાહની કૃપા અને તેની રહેમતથી વરસાદ પડ્યો તો તે મારો મોમિન બંદો છે, અને તારાઓનો ઇન્કાર કરવાવાળો બંદો છે અને જેણે ફલાણા સિતારાનું ફલાણી જગ્યા પર આવવાના કારણે વરસાદ પડ્યો કહ્યું તો તે મારા માટે કાફિર અને તારાઓ માટે મોમિન બંદો છે.
ઉકબા બિન આમીર અલ્ જુહ્ની રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક વખત નબી ﷺ પાસે એક જૂથ આવ્યું, તો નબી ﷺ તેમના નવ લોકો સાથે બૈઅત કરી, પરંતુ એક વ્યક્તિ સામેથી હાથ ખેંચી લીધો, તો તે લોકોએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! તમે નવ લોકો સાથે બૈઅત (સંકલ્પ) કરી અને એકને છોડી દીધો? નબી ﷺ એ કહ્યું: «તેણે તાવીજ બાંધ્યું છે», આ સાંભળી તેણે ગળામાં હાથ નાખી તે તાવીજ તોડી નાખ્યું, અને નબી ﷺ એ કહ્યું: «જેણે તાવીજ બાંધ્યું તણે શિર્ક કર્યું».
અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જાડ ફૂંક કરાવવું, તાવીજ પહેરવું અને તવલહ (પતિ-પત્ની વચ્ચે મોહબ્બત પેદા કરવા માટે જાદુ કરવું) શિર્ક છે».
નબી ﷺ ની એક પત્ની રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ જ્યોતિષ પાસે જાય અને કોઈ વસ્તુ બાબતે તેને પૂછી લે તો તે વ્યક્તિની ચાળીસ દિવસની નમાઝ કબૂલ કરવામાં આવતી થતી».
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી. વર્ણન કરે છે કે તેમણે એક વ્યક્તિને કહેતા સાંભળ્યો: ના, કઅબાની કસમ !, તો ઈબ્ને ઉમર રઝી. એ કહ્યું: અલ્લાહ સિવાય કોઇની કસમ ખાવામાં ન આવે, કારણકે મેં નબી ﷺ કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિએ અલ્લાહને છોડીને અન્યની કસમ ખાધી તો તેણે કુફ્ર કર્યું અથવા શિર્ક કર્યું».
અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: હું અશ્અરી ખાનદાનના એક જુથ સાથે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો, અને મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે સવારી માંગી, તો નબી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની કસમ મારી પાસે સવારી નથી અને હું તમારા માટે સવારીના જાનવરનો બંદોબસ્ત પણ કરી નથી શકતો», ફરી અમે અલ્લાહની ઈચ્છા પ્રમાણે આમ જ રોકાઈ રહ્યા, ત્યાર પછી સારી ગુણવત્તાવારી ઊંટણીઓ લાવવામાં આવી, અને નબી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે ઊંટણીઓ અમને આપી દીધી, બસ જ્યારે અમે રવાના થવા લાગ્યા તો અમારા માંથી કોઈએ અથવા કેટલાક લોકોએ કહ્યું: અલ્લાહની કસમ! આપણને આ સવારીમાં બરકત પ્રાપ્ત નહીં થાય, તો અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા હતા તો તેમણે કસમ ખાધી હતી, અને જણાવ્યું હતું કે તે અમારા માટે સવારીનો બંદોબસ્ત નહીં કરી શકે, ફરી હવે તેમણે અમને સવારી આપી છે, તો આપણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે જવું જોઈએ, અને તેમને કસમ (સોગંદ) યાદ અપાવવી જોઈએ, જેથી અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની કસમ! મેં તમારા માટે સવારીનો બંદોબસ્ત નથી કર્યો પરંતુ અલ્લાહએ કરી આપ્યો છે, અને જો હું કોઈ કસમ (સોગંદ) ખાઈ લઉં અને તેનાથી વધુ સારી વસ્તુ જોઉ, તો મારી કસમ (સોગંદ) નો કફ્ફારો (પ્રાયશ્ચિત) આપીશ, અને તે જ કાર્ય કરીશ જેમાં વધુ ભલાઈ હશે».