- તૌહીદ અને અકીદામાં ભંગ પડાવનાર વસ્તુઓથી બચવું જરૂરી છે.
- દમ કરવા માટે શિર્ક પર આધારિત દરેક પ્રકારના તાવીજ અને તવલહ (પતિ-પત્ની વચ્ચે મોહબ્બત પેદા કરવામાં આવતા જાદુઇ કાર્યો) હરામ છે.
- આ ત્રણેય વસ્તુઓ બાબતે માનવી એવું સાંજે કે આ તકલીફ દૂર કરવા અથવા ફાયદો પહોંચાડવાના સ્ત્રોત છે તો આ શિર્કે અસગર (નાનું શિર્ક) છે કારણકે આ આવી વસ્તુઓને સ્ત્રોત અથવા કારણ માનવામાં આવે છે હકીકતમાં કારણ છે જ નહીં, પરંતુ જો આ ત્રણેય વસ્તુઓને પપટે જ લાભદાયી અથવા નુકસાનકારક સમજવામાં આવે તો તે શિર્કે અકબર (મોટું શિર્ક) ગણાશે.
- આ હદીષમાં શિર્ક પર આધારિત કારણો તથા હરામ કામથી સંપૂર્ણપણે બચવાની તાકીદ કરવામાં આવી છે.
- જાડફૂંક કરવું હરામ અને શિર્ક છે, પરંતુ શરીઅતે વર્ણવેલ પદ્ધતિને છોડીને.
- દિલનો સંબંધ ફક્ત અલ્લાહ સાથે જ હોવો જોઈએ, એવી રીતે કે ફાયદો અને નુકસાન પહોંચાડવાની શક્તિ ફક્ત અલ્લાહ પાસે જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, અલ્લાહ સિવાય કોઈ તમને ભલાઈ પહોંચાડી શકતું નથી, અને અલ્લાહ સિવાય કોઈ બુરાઈ દૂર કરી શકતું નથી.
- જાઈઝ દમમાં ત્રણ શરતો હોવી જરૂરી છે: ૧- એવો અકીદો રાખવો જરૂરી છે, કે દમ પોતે અલ્લાહની પરવાનગી વગર ફાયદો પહોંચાડી શકશે નહીં. ૨- દમ કુરઆન, અલ્લાહના પવિત્ર નામ અને ગુણ તેમજ આપ ﷺ થી સાબિત દુઆઓ વડે કરવામાં આવે. ૩- દમ કરતી વખતે તેના શબ્દો અને અર્થ સમજમાં આવતા હોય, જો શેતાની તલાસિમ (જાદુ) અને મેલીવિદ્યા જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં ન આવે.