/ જે વ્યક્તિ જ્યોતિષ પાસે જાય અને કોઈ વસ્તુ બાબતે તેને પૂછી લે તો તે વ્યક્તિની ચાળીસ દિવસની નમાઝ કબૂલ કરવામાં આવતી થતી...

જે વ્યક્તિ જ્યોતિષ પાસે જાય અને કોઈ વસ્તુ બાબતે તેને પૂછી લે તો તે વ્યક્તિની ચાળીસ દિવસની નમાઝ કબૂલ કરવામાં આવતી થતી...

નબી ﷺ ની એક પત્ની રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ જ્યોતિષ પાસે જાય અને કોઈ વસ્તુ બાબતે તેને પૂછી લે તો તે વ્યક્તિની ચાળીસ દિવસની નમાઝ કબૂલ કરવામાં આવતી થતી».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જ્યોતિષ પાસે જવાથી રોક્યા છે, અને દરેક ભવિષ્યવાણી કરનાર, તારાઓ જોઈ અથવા પાસા ફેંકી જ્યોતિષી કરનાર માટે સામાન્ય નામ છે, જેઓ ગેબના ઇલ્મનો દાવો કરે છે અને અનુમાન લગાવે છે, તેમની પાસે સામાન્ય જ્ઞાન વિશે પણ સવાલ કરવાથી વ્યક્તિની ચાળીસ દિવસની નમાઝ કબૂલ થતી નથી, આ ચેતવણી જ્યોતિષ પાસે જવાનો ગુનોહ અને કબીરહ (મોટો) ગુનાહ હોવાની પુષ્ટિ કરે છે.

Hadeeth benefits

  1. ભવિષ્યવાણી કરવી હરામ છે, તેમજ તેમની પાસે ગેબ વિશેની વાતોનો સવાલ કરવો પણ હરામ છે.
  2. ક્યારેક ક્યારેક માનવી કોઈ ગુનાહ કરવાના કારણે, નેકી પર મળતા સવાબથી વંચિત થઈ જાય છે.
  3. જેને જન્માક્ષર કહેવામાં આવે છે અને તેને જોવું, તેમજ હથેળીઓ અને પાસાઓ વાંચવા -ભલે માત્ર જોવાની રીત તરીકે- હદીસમાં આ બધાનો સમાવેશ થાય છે; કારણ કે તે બધું તકદીર અને ગેબના ઇલ્મનો દાવો કરવા માંથી છે.
  4. જ્યોતિષ પાસે જનાર માટે આટલી મોટી સજા વર્ણન કરી છે, તો જે પોતે આ કામ કરતો હશે તેનો અંજામ શું થશે?
  5. ચાળીસ દિવસની નમાઝનો સવાબ જતો રહેશે, તેને કઝા કરવી જરૂરી નથી પરંતુ તેનો કોઈ સવાબ નહીં મળે.