- અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવી હારામ છે, જેમાંથી: અમાનતની કસમ ખાવી, અને તે શિર્કે અસગર માંથી છે.
- અમાનતનો આજ્ઞાકારી, ઈબાદત, ભરોસા અને સુરક્ષામાં સમાવેશ થાય છે.
- અલ્લાહ, તેના નામો, ગુણો સિવાય અન્ય પ્રકારની કસમો લાગું પડતી નથી.
- ઈમામ ખત્તાબી રહિમહુલ્લાહએ કહ્યું: અમાનતની કસમ ખાવી અલ્લાહના નામો અને ગુણો સિવાય અન્યની કસમ ખાવા જેવું છે, અને અમાનત અલ્લાહના ગુણો માંથી નથી, પરંતુ તેના આદેશો માંથી એક આદેશ છે, અને તેણે ફરજ કરેલા કાર્યો માંથી એક છે, અને તેની કસમ ખાવાથી એટલા માટે રોકવામાં આવ્યા કે અમાનતને અલ્લાહના નામો અને ગુણો બરાબર કરવામાં ન આવે.