- અલ્લાહ પર ભરોસો કરવો જરૂરી છે અને અલ્લાહના નિર્ણય અને તકદીર પર ઈમાન લાવવું જરૂરી છે, એવી જ રીતે આ દરેક વસ્તુ પક્ષીઓ દ્વારા અપશુકન લેવું, જાદુ કરવું અથવા ભવિષ્યવાણી કરવી અથવા એવા લોકો પાસે જઈ સવાલ કરવો હરામ કાર્યો માંથી છે.
- ગેબના ઇલ્મનો દાવો કરવો શિર્ક છે, અને તે તૌહીદ વિરુદ્ધ છે.
- જ્યોતિષ પાસે જવું અને તેની વાતોની પુષ્ટિ કરવી પણ હરામ છે, તેમજ હથેળી, પ્યાલા અને રાશિચક્ર જેને કહેવાય છે તે વાંચવાની અને તેને જોવાની મનાઈ, ભલેને માત્ર જ્ઞાન ખાતર જ કેમ ન હોય.