- વરસાદ થયા પછી આમ કહી શકાય કે અલ્લાહની કૃપા અને તેની રહેમતથી અમારા પર વરસાદ વરસ્યો.
- જે વ્યક્તિ વરસાદ અથવા અન્ય નેઅમતોને અલ્લાહને છોડીને અન્યને કર્તા સમજશે તો કુફ્રે અકબર કરી રહ્યો છે, અને જો તે ફક્ત સ્ત્રોત સમજશે તો તે કુફ્રે અસગર કરી રહ્યો છે.
- ખરેખર નેઅમત કુફ્ર માટેનો સ્ત્રોત બની શકે છે, જો તેનો ઇન્કાર કરવામાં આવે અને ઈમાનનો પણ સ્ત્રોત પણ બની શકે છે જો તેનો શુક્ર કરવામાં આવે.
- આ વાત કરવાથી રોક્યા છે, "કે ફલાણા તારાના ફલાણી જગ્યા પર હોવાના કારણે વરસાદ વરસ્યો" ભલેને તેનો ઇરાદો સમય જણાવવાનો પણ કેમ ન હોય, જેથી શિર્ક તરફ જતા દરેક માર્ગથી રોકી શકાય.
- નેઅમત મળવા પર અથવા નુકસાનથી બચવા પર બન્ને પરિસ્થિતિમાં દિલનું અલ્લાહ સાથે જોડાયેલું રહેવું જરૂરી છે.