- અલ્લાહ તઆલા પર ભરોસો કરવો, તે એ કે કોઈ પણ પ્રકારની ભલાઈ કે બુરાઈ અલ્લાહના આદેશ વગર આવી શક્તિ નથી.
- આ હદીષમાં અપશુકન લેવાથી રોક્યા છે, તે એ કે કોઈ વસ્તુને નિરાશ સમજી તેનાથી રોકાઈ જવાનું કારણ બને છે.
- શુકન લેવું તે અપશુકન માંથી નથી, પરંતુ તે અલ્લાહ તઆલા પાસે સારી ઉમ્મીદ રાખવાનું નામ છે.
- દરેક વસ્તુ સર્વ શ્રેષ્ઠ અલ્લાહએ નક્કી કરેલ તકદીર (ભાગ્ય) પ્રમાણે મળે છે, અને અલ્લાહનું કોઈ ભાગીદાર નથી.