/ જે કોમ કોઈનું અનુસરણ કરશે તો તે કોમ તેમના માંથી જ ગણાશે

જે કોમ કોઈનું અનુસરણ કરશે તો તે કોમ તેમના માંથી જ ગણાશે

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે આપ ﷺ એ કહ્યું: «જે કોમ કોઈનું અનુસરણ કરશે તો તે કોમ તેમના માંથી જ ગણાશે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કોઈ કાફિર, ફાસિક (ભ્રષ્ટાચારી) અથવા સત્કાર્યો કરનાર કોમની અનુરૂપતા અપનાવશે, તો ભેલેને તે અકીદા પ્રમાણે હોય કે ઈબાદત પ્રમાણે કે આદત પ્રમાણે હોય, તો તે તેમના માંથી જ ગણવામાં આવશે, કારણકે જાહેરમાં તેમનું અનુસરણ કરવાથી બાતેનમાં પણ તેમનું અનુસરણ કર્યું ગણાશે, એમાં કોઈ શંકા નથી કે કોઈ કોમનું અનુસરણ કરવું તે વખાણને પાત્ર ગણાય છે, અને તે તેમની મોહબ્બત અને તેમના સન્માન તેમના પર ભરોસો કરવાનો સ્ત્રોત બની શકે છે, અને આ જ વસ્તુ તેમની અનુરૂપતા ધારણ કરવાનું કારણ પણ બની શકે છે, અહીં સુધી કે બાતેનમાં પણ અને ઈબાદતમાં પણ, -અલ્લાહ તેની પનાહમાં રાખે-.

Hadeeth benefits

  1. આ હદીષમાં કાફિર અને ભ્રષ્ટાચાર કોમની સરખામણી અપનાવવા પર ચેતવણી આપવામાં આવી છે.
  2. આ હદીષમાં નેક લોકોની અનુરૂપતા ધારણ કરવા તેમજ તેમનું અનુસરણ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  3. જાહેરમાં અપનાવેલી અનુરૂપતા બાતેન (આંતરિક) મોહબ્બતનું કારણ બની શકે છે.
  4. માનવી જે પ્રકારનું અનુરૂપ ધારણ કરશે તે પ્રમાણે તે ચેતવણી અને ગુનાહનો હકદાર બનશે.
  5. કાફિરોની અનુરૂપતા ધારણ કરવાથી બચવું જોઈએ, તેમના દીનમાં, તેમની આદતોમાં જે તેમના માટે ખાસ હોય, શિક્ષણ ક્ષેત્રે અનુરૂપતા ધારણ કરવી ગણવામાં નહીં આવે, અને એ પ્રમાણે બીજી ઘણી વસ્તુઓ.