/ મારી ઉમ્મતનું એક જૂથ હમેંશા પ્રભુત્વશાળી રહેશે, અહીં સુધી કે કયામત આવી જશે અને તે પ્રભુતવશાળી જ રહેશે...

મારી ઉમ્મતનું એક જૂથ હમેંશા પ્રભુત્વશાળી રહેશે, અહીં સુધી કે કયામત આવી જશે અને તે પ્રભુતવશાળી જ રહેશે...

મુગૈરહ બિન શોઅબહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારી ઉમ્મતનું એક જૂથ હમેંશા પ્રભુત્વશાળી રહેશે, અહીં સુધી કે કયામત આવી જશે અને તે પ્રભુતવશાળી જ રહેશે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે મારી કોમમાં એક જૂથ લોકો પર હમેંશા પ્રભુત્વ ધરાવશે, તેમના વિરોધીઓ પર તેઓ હમેંશા વિજયી રહેશે, અહીં સુધી કે અલ્લાહનો આદેશ તેમના પ્રાણ કાઢી લેવાનો ન આવી જાય, અને તેઓ કયામત સુધી અંતિમ સમયમાં પણ વિજયી જ રહેશે.

Hadeeth benefits

  1. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સ્પષ્ટ મુઅજિઝો, જેવું કે આ મુઅજિઝો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયથી લઈને અત્યાર સુધી બાકી રહ્યો છે અને કયામત સુધી બાકી રહેશે, જેવું કે હદીષમાં વર્ણન કરવામાં આવ્યું છે.
  2. સાચા માર્ગમાં અડગ રહેવા અને તેના પર જ અમલ કરવાની મહત્ત્વતા.
  3. દીનનું પ્રભુત્વ બે રીતે થશે એક દલીલ, બયાન અને સ્પષ્ટતા દ્વારા અને બીજો તરીકો શક્તિ અને તલવાર વડે, દલીલ અને બયાન વડે હમેંશા પ્રભુત્વ બાકી છે; કારણે ઇસ્લામની દલીલ કુરઆન મજીદ છે, તે જાહેર છે અને દરેક વસ્તુ પર પ્રભુતવશાળી છે, પરંતુ બીજું પ્રભુત્વ, શક્તિ અને તલવાર વડે પ્રભુત્વ તે જમીન પર ઇમાન અને શક્તિ પ્રમાણે હશે.