- નબી ﷺના આદેશો દુનિયાના દરેક લોકો માટે સરખા છે, તેનું અનુસરણ કરવું દરેક માટે જરૂરી છે, અને આ શરીઅત પાછળની દરેક શરીઅતનો રદ કરે છે.
- કોઈ વ્યક્તિ નબી ﷺનો ઇન્કાર કરે, અને અન્ય પયગંબરો પર ઈમાન લાવે તો પણ તેને કઈ પણ ફાયદો નહીં થાય.
- જે વ્યક્તિ નબી ﷺના આદેશો સાંભળી ન શકે અને તેની પાસે ઇસ્લામની દઅવત ન પહોંચી હોય તો તે મઅઝૂર (મજબૂર) ગણવામાં આવશે, તેની બાબતે અલ્લાહ તઆલા આખિરતમાં નિર્ણય કરશે.
- ઇસ્લામ દ્વારા ફાયદો થતો રહે છે, ભલેને મૃત્યુ નજીક હોય અથવા સખત બીમાર હોય, જ્યાં સુધી પ્રાણ ગળા સુધી પહોંચી ન જાય.
- કાફિરોના દીનને સાચો ઠહેરાવવો સાથે સાથે યહૂદ અને નસારાના દીનને પણ સાચું ગણવો, કુફ્ર છે.
- આ હદીષમાં યહૂદીઓ અને નસ્રાનીઓના દીનનું વર્ણન કરવામાં આવ્યું છે, તે સિવાય દરેક દીન માટે પણ આ જ ચેતવણી છે, આ એટલા માટે કે યહૂદ અને નસ્રાનીઓને કિતાબ આપવામાં આવી છે, તેથી તેમનું એક સ્થાન છે, જેમની પાસે કિતાબ જ નથી તેઓ આ લોકો કરતા વધારે હક ધરાવે છે કે ઇસ્લામ દીનમાં દાખલ થઈ જાય અને નબી ﷺનું અનુસરણ કરે.