- આ હદીષમાં નેકી પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, ભલેને તે થોડુંક જ કેમ ન હોઈ અને ગુનાહ પ્રત્યે ચેતવણી આપવામાં આવી છે, ભલે તે ઓછામાં ઓછો કેમ ન હોઇ.
- એક મુસલમાન માટે જરૂરી છે કે તે પોતાના જીવનમાં આશાઓ અને ભય બંનેને એક સાથે રાખે, અને હંમેશા અલ્લાહ પાસે સત્ય પર અડગ રહેવાની દુઆ માંગવી જોઈએ, જેથી તે પોતાની સ્થિતિથી ધોખો ન ખાઈ.