- તકદીર અને અલ્લાહના આદેશ પર ઈમાન લાવવું જરૂરી છે.
- તકદીર તે છે: અલ્લાહ તઆલા દરેક બાબતોને સારી રીતે જાણે છે, તેણે તે દરેક બાબતો વિષે (લવહે મેહફૂઝમાં) લખી રાખ્યું છે, તેમ અલ્લાહની ઈચ્છા અને ઇરાદો શામેલ હોય છે, અને અલ્લાહ જ દરેક વતુઓને પેદા કરનાર છે.
- તે વાત પર ઈમાન લાવવું કે આકાશો અને જમીનના સર્જન પહેલા તકદીરો (ભાગ્ય) લખી દેવામાં આવી છે, તેનો ફાયદો એ છે કે (માનવી તકદીર પર) રાજી થઈ તેણે સ્વીકાર કરવાની (શક્તિ પેદા થશે.
- આકાશો અને જમીનના સર્જન પહેલા અલ્લાહનું અર્શ પાણી પર હતું.