- આ હદીષ દ્વારા જાણ્યા મળ્યું કે માનવી મનેચ્છાઓમાં એટલા માટે પણ સપડાઈ જાય છે, કે શૈતાન બુરાઈને સુંદર બનાવીને તેની સામે રજૂ કરે છે, જેના કારણે માનવી તેને સારું સમજી તેની સમક્ષ જુકી જાય છે.
- આ હદીષમાં હરામ મનેચ્છાઓ પાછળ પડવાથી રોક્યા છે, અને તે જહન્નમનો માર્ગ છે, અને આ હદીષમાં અપ્રિય વસ્તુઓને સહન કરવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, કારણકે તે જન્નતનો માર્ગ છે.
- આ હદીષમાં પોતાના નફસ સાથે લડવા, અને વધુમાં વધુ પ્રમાણમાં ઈબાદત સાથે જોડાયેલી અપ્રિય વસ્તુઓને સહન કરવાની પ્રેરણા આપવામાં આવી છે.