/ નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છોડતો નથી

નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છોડતો નથી

અબૂ મુસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છોડતો નથી», પછી નબી ﷺ એ આ આયત પઢી: {અને જ્યારે તમારો પાલનહાર કોઈ જાલિમ વસ્તીની પકડ કરે છે તો તેની પકડ આ પ્રમાણે જ હોય છે, ખરેખર તેની પકડ દુ:ખદાયી અને ખૂબ જ સખત હોય છે} [હૂદ: ૧૦૨]»
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આપ ﷺ એ ગુનાહ, શિર્ક અને લોકોના અધિકારો પર જુલમ કરવા પર અડગ રહેવાથી સચેત કર્યા છે, ખરેખર અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, વિલંબ કરે છે, તેની ઉમર અને માલમાં વધારો કરે છે, તેને સજા આપવામાં જલ્દી નથી કરતો, જો તેણે તૌબા ન કરી તો તેને પકડી લેશે અને તેને આઝાદ નહીં કરે તેમજ તેના જુલમ કરવાના કારણે તેને છોડશે નહીં. પછી નબી ﷺએ આ આયત તિલાવત કરી, {અને જ્યારે તમારો પાલનહાર કોઈ જાલિમ વસ્તીની પકડ કરે છે તો તેની પકડ આ પ્રમાણે જ હોય છે, ખરેખર તેની પકડ દુ:ખદાયી અને ખૂબ જ સખત હોય છે} [હૂદ: ૧૦૨].

Hadeeth benefits

  1. બુદ્ધિશાળી વ્યક્તિ તૌબા કરવામાં ઉતાવળ કરે છે, જો તે પોતાના જુલમ પર અડગ રહ્યો તો તે અલ્લાહએ નક્કી કરેલ યોજનાઓથી (અઝાબ) નહીં બચે.
  2. અલ્લાહ તઆલાનું જાલિમ લોકોને મહેતલ આપવું અને તેમની સજા તેમજ પકડ માટે વિલંબ કરવી પોતાની તરફ પાછા ફરવું માટે અથવા જો તેઓ તૌબા નહીં કરે તો તેમને અઝાબમાં વધારો કરવામાં આવશે.
  3. કોમો માટે અલ્લાહના અઝાબનું એક સ્ત્રોત જુલમ કરવું છે.
  4. જ્યારે અલ્લાહ કોઈ એવી વસ્તીને નષ્ટ કરે, જેમાં સદાચારી લોકો પણ હતા, તો તે લોકો કયામતના દિવસ તે વસ્તુ પર ઉઠાવવામાં આવશે, જેના પર મૃત્યુ પામ્યા હશે, તેમને સજાથી થોડુંક પણ નુકસાન પહોંચાડવામાં નહીં આવે.