- અલ્લાહ તઆલાની રહમત, તેની માફી અને કૃપાની વિશાળતાનું વર્ણન.
- તૌહીદની મહત્ત્વતા, અને એ કે અલ્લાહ તૌહીદ વ્યક્તિના ગુનાહ અને પાપ માફ કરી દેશે.
- શિર્કની ભયાનકતા, અને એ કે અલ્લાહ તઆલા મુશરિક વ્યક્તિને ક્યારેય માફ નહીં કરે.
- ઈમામ ઈબ્ને રજબ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં ગુનાહ માફ કરવા માટે ત્રણ સ્ત્રોત વર્ણન કરવામાં આવ્યા છે, પહેલું: આશા રાખી દુઆ કરવી, બીજું: ઇસ્તિગફાર તેમજ તૌબા કરવી, ત્રીજું: તૌહીદ પર મૃત્યુ થવું.
- આ હદીષ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના પાલનહારથી રિવાયત કરે છે, આ પ્રકારની હદીષને હદીષે કુદસી અથવા ઇલાહી કહેવામાં આવે છે, જેમાં હદીષના શબ્દો અને અર્થ બન્ને અલ્લાહ તરફથી હોય છે, જો કે તેમાં કુરઆન જેવી કોઈ ગુણવત્તા હોતી નથી, જે તેને અન્ય કોઈ વસ્તુ માટે ખાસ કરતી હોય, જેવું કે કુરઆનની તિલાવત ઈબાદત ગણવામાં આવે છે, તેમજ તિલાવત કરવા માટે પાકી જરૂરી છે, કુરઆન એક ચેલેન્જ અને તે એક મુઅજિઝો છે.
- ગુનાહના ત્રણ પ્રકાર છે: પહેલું: અલ્લાહ સાથે શિર્ક કરવું, અને આ ગુનાહને અલ્લાહ માફ નહીં કરે, અલ્લાહ તઆલાએ કહ્યું: {જે વ્યક્તિ અલ્લાહ સાથે શિર્ક કરશે તેના માટે જન્નત હરામ થઈ જશે}, બીજું: એવા ગુનાહ જે બંદાએ પોતાના પર અત્યાચાર કરી તેના અને તેના પાલનહાર વચ્ચે હોય, તો અલ્લાહ તે ગુનાહને પણ માફ કરી દેશે, ત્રીજું: એવા ગુનાહ જેને બંદાએ બીજા બંદા પર અત્યાચાર કરી કર્યા હશે, તો તે તેને નહીં છોડે, તેના માટે હદ એટલે કે કિસાસ (બદલો) જરૂરી છે.