- ઇસ્લામની મહત્ત્વતા અને તેની મહાનતા, કે તે પહેલાંના દરેક ગુનાહ માફ કરી દે છે.
- બંદા માટે અલ્લાહ તઆલાની વિશાળ રહેમત, અર્થાત્ તેની માફી અને દરગુજર કરવું.
- આ હદીષમાં શિર્ક, નાહક કોઈને કતલ કરવું અને વ્યભિચાર જેવા ગુનાહને હરામ જણાવ્યા છે, અને જે વ્યક્તિ પણ આ ગુનાહની નજીક જશે તેના માટે સખત ચેતવણી વર્ણન કરવામાં આવી છે.
- પાક અને સાફ તૌબા તેમજ ઇખલાસ અને નેક અમલ દ્વારા કરવામાં આવેલ તૌબા દરેક કબીરહ ગુનાહોનો કફ્ફારો છે, જેમાં અલ્લાહ સાથે કરવામાં આવેલ કુફ્રનો પણ સમાવેશ થાય છે.
- પવિત્ર અલ્લાહની રહેમતથી હતાશ થવું અને નિરાશ થવું હરામ છે.