- તૌબા સતત કબૂલ કરવામાં આવશે, જ્યાં સુધી તેનો દ્વાર ખુલ્લો છે, જ્યારે સૂર્ય પશ્ચિમ માંથી નીકળશે, તો તેનો દ્વાર બંધ કરી દેવામાં આવશે, અને એક માનવી માંતે જ્યારે તેની આત્મા ગળા સુધી પહોંચે ત્યારે પણ તેના માંતે તૌબાનો દ્વાર બંધ કરી દેવામાં આવે છે, જેથી માનવીએ તે પહેલા તૌબા કરી લેવી જોઈએ.
- પોતાના ગુનાહના કારણે નિરાશ અને હતાશ ન થવું જોઈએ, કારણકે અલ્લાહ માફ કરવાવાળો છે, તે પવિત્ર છે, તેની રહેમત ખૂબ વિશાળ છે, અને તૌબાનો દ્વાર ખુલ્લો છે.
- તૌબાની શરતો: પહેલી શરત: તે ગુનાહને છોડી દેવો, બીજી શરત: તે ગુનાહ કરવા પર પસ્તાવો અને અફસોસ થવો, ત્રીજી શરત: અને બીજી વખત ગુનાહ ન કરવાનો મક્કમ ઇરાદો કરવો, આ ત્રણેય શરતો ત્યારે લાગું પડશે જ્યારે ગુનાહનો સંબંધ અલ્લાહના અધિકારો સાથે હોય અર્થાત્ અલ્લાહની અવજ્ઞા કરી હોય, પરંતુ જો ગુનાહનો સંબંધ બંદાઓ અધિકારો સાથે હોય તો એક ચોથી શરત પણ લાગું પડશે કે જેના હકને ભંગ કર્યો હોય તેનો હક આપી દેવો ત્યારે જ તૌબા સહીહ ગણાશે.