/ જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી સારા કાર્યો કર્યા તો તેણે અજ્ઞાનતાના સમયે જે ખરાબ કાર્યો કર્યા હતા તેના વિષે તેની પકડ કરવામાં નહીં આવે, અને જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી પણ ખરાબ કાર્યો કર્યા તો તેની તેના પહેલા અને પછી કરેલ બંને કાર્યો પર પકડ કરવામા...

જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી સારા કાર્યો કર્યા તો તેણે અજ્ઞાનતાના સમયે જે ખરાબ કાર્યો કર્યા હતા તેના વિષે તેની પકડ કરવામાં નહીં આવે, અને જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી પણ ખરાબ કાર્યો કર્યા તો તેની તેના પહેલા અને પછી કરેલ બંને કાર્યો પર પકડ કરવામા...

અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિએ નબી ﷺ ને પૂછ્યું: હે અલ્લાહના રસૂલ! અમે અજ્ઞાનતાના સમયે જે ગુનાહ કર્યા, શું તેના વિષે અમારી પાસે પૂછપરછ કરવામાં આવશે? નબી ﷺ એ જવાબ આપ્યો: «જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી સારા કાર્યો કર્યા તો તેણે અજ્ઞાનતાના સમયે જે ખરાબ કાર્યો કર્યા હતા તેના વિષે તેની પકડ કરવામાં નહીં આવે, અને જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી પણ ખરાબ કાર્યો કર્યા તો તેની તેના પહેલા અને પછી કરેલ બંને કાર્યો પર પકડ કરવામાં આવશે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ ઇસ્લામ કાબૂલ કરવાની મહત્ત્વતા વર્ણન કરી છે. અને જે વ્યક્તિ ઇસ્લામ સ્વીકાર્યા પછી, નિખાલસતા સાથે સત્કાર્યો કરે, તો તેણે અજ્ઞાનતાના સમયે (ઇસ્લામ પહેલા) કરેલા ગુનાહ પર તેની પકડ કરવામાં નહીં આવે, અને જેણે ઇસ્લામ અપનાવીને પણ ખરાબ કાર્યો કરવાનું ન છોડ્યું તો તે મુનફિક છે અથવા તે પોતાના દીનથી ફરી ગયો છે, માટે તેણે કુફ્રના સમયે કરેલા અમલો અને ઇસ્લામમાં કરેલા અમલો બંને પર તેની પકડ કરવામાં આવશે.

Hadeeth benefits

  1. આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે સહાબાઓ પોતાના અજ્ઞાનતાના સમયે કરેલા કાર્યો પ્રત્યે અલ્લાહથી ડરતા હતા.
  2. ઇસ્લામ અપનાવ્યા પછી તેના પર અડગ રેહવા પ્રત્યે પ્રોત્સાહન.
  3. ઇસ્લામ અપનાવવાની મહત્ત્વતા, તે એ કે ઇસ્લામ અપનાવ્યા પછી પાછલા દરેક ગુનાહ માફ થઈ જાય છે.
  4. મૂર્તદ (ઇસ્લામથી ફરી જનાર) અને મુનફિકે અજ્ઞાનતાના સમયે કરેલા ગુનાહ અને ઇસ્લામમાં રહીને કરેલા ગુનાહ બંને બાબતે તેમની પકડ કરવામાં આવશે.