/ જુલમ કરવાથી બચો, કારણકે જુલમ કયામતના દિવસે અંધકારનું કારણ હશે, કંજુસાઈથી બચો, કારણકે કંજુસાઈના કારણે તમારા પહેલાના લોકો નષ્ટ થઈ ગયા,...

જુલમ કરવાથી બચો, કારણકે જુલમ કયામતના દિવસે અંધકારનું કારણ હશે, કંજુસાઈથી બચો, કારણકે કંજુસાઈના કારણે તમારા પહેલાના લોકો નષ્ટ થઈ ગયા,...

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જુલમ કરવાથી બચો, કારણકે જુલમ કયામતના દિવસે અંધકારનું કારણ હશે, કંજુસાઈથી બચો, કારણકે કંજુસાઈના કારણે તમારા પહેલાના લોકો નષ્ટ થઈ ગયા, કંજુસાઈએ તેમને તે વાત પર ઉભાર્યા કે તેઓ અંદરો અંદર ખૂનામરકી કરે, અને જે વસ્તુઓને હરામ કરવામાં આવી છે તેને હલાલ કરે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ જુલમ કરવા પર સચેત કર્યા છે, જુલમ આ રીતે કે લોકો પર જુલમ કરવો, પોતાના નફસ પર જુલમ કરવો, અને અલ્લાહના અધિકારોમાં જુલમ કરવો, અને તે એ કે દરેકને તેમના જરૂરી હકો આપવાનું છોડી દેવું, અને જુલમ, જુલમ કરનાર માટે કયામતના દિવસે ભયાનકતા અને પરેશનીઓને પ્રાપ્ત કરવાનું કારણ બને છે, અને આ હદીષમાં લાલસા સાથે કંજુસાઈ કરવા પર રોક લગાવી છે, માલ માંથી જરૂરી હકો પુરા ન પાડવા અને દુનિયા પ્રત્યે સખત લાલસા રાખવી, આ પ્રકારના જુલમે તમારા પહેલાના લોકોને નષ્ટ કરી ધીધા, અને તે જ વસ્તુએ તેમને અંદરો અંદર ખૂનામરકી કરવા પર ઉભાર્યા અને તે વસ્તુઓને હલાલ કરી, જે વસ્તુઓ અલ્લાહએ હરામ કરી હતી.

Hadeeth benefits

  1. માલ ખર્ચ કરવો અને મુસલમાનને દિલાસો આપવો, આ બંને મોહબ્બત અને સંબંધ જાળવી રાખવાના મૂળ કારણો માંથી છે.
  2. કંજુસાઈ અને લાલસા બંને માનવીને ગુનાહો, અનૈતિકતા અને દુષ્ટકર્મો તરફ લઈ જાય છે.
  3. પાછલા લોકોની સ્થિતિઓ દ્વારા શીખ મેળવવી જોઈએ.