સમજુતી
આપ ﷺ પોતાના પાલનહારથી રિવાયત કરે છે કે જ્યારે કોઈ બંદો ગુનાહનું કામ કરે છે, પછી કહે: હે અલ્લાહ મારા ગુનાહ માફ કરી દે, અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો, તે જાણે છે કે તેનો એક પાલનહાર છે જે તેના ગુનાહ માફ કરે છે, તેને છુપાવે છે, અને તે તેના પર સજા પણ આપી શકે છે તે તેને માફ કરી દે છે. પછી બંદો ફરી ગુનોહ કરે છે અને કહે છે: મારા પાલનહાર મારા ગુનાહ માફ કરી દે, અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો, અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, તેના ગુનાહ છુપાવે છે, તેનો બદલો આપે છે અથવા તેની પકડ કરે છે, મેં મારા બંદાને માફ કરી દીધો. પછી ફરી બંદો ગુનોહ કરે છે અને કહે છે: મારા પાલનહાર મારા ગુનાહ માફ કરી દે, અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો, અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, તેના ગુનાહ છુપાવે છે, તેનો બદલો આપે છે અથવા તેની પકડ કરે છે, મેં મારા બંદાને માફ કરી દીધો જે ઈચ્છે બંદો કરે, જયારે પણ બંદો ગુનાહ કરે છે, તેને છોડવાનો ઈરાદો કરે છે, તેના પર તેને અફસોસ પણ થાય છે, અને તે ફરી ગુનાહ ન કરવાનો મક્કમ ઈરાદો પણ કરે છે, પરંતુ નફસ તેના પર હાવી થઈ જાય છે અને તે ફરીવાર ગુનાહ કરે છે, જ્યારે પણ તે ગુનાહ કરશે અને તૌબા કરી લેશે, તો હું તેના ગુનાહ માફ કરી દઈશ, એટલા માટે કે તૌબા કરવાથી અલ્લાહ પહેલાના ગુનાહ માફ કરી દે છે.