/ આ બન્ને કબર વાળાને અઝાબ થઈ રહ્યો છે, અને આ અઝાબ કોઈ મોટા ગુનાહના કારણે નથી થઈ રહ્યો, પરંતુ તેમાંથી એક પેશાબના છાંટાથી બચતો ન હતો, અને તેમાંથી બીજો ચાડી કરતો હતો...

આ બન્ને કબર વાળાને અઝાબ થઈ રહ્યો છે, અને આ અઝાબ કોઈ મોટા ગુનાહના કારણે નથી થઈ રહ્યો, પરંતુ તેમાંથી એક પેશાબના છાંટાથી બચતો ન હતો, અને તેમાંથી બીજો ચાડી કરતો હતો...

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ બે કબરો પાસેથી પસાર થયા, અને કહ્યું: «આ બન્ને કબર વાળાને અઝાબ થઈ રહ્યો છે, અને આ અઝાબ કોઈ મોટા ગુનાહના કારણે નથી થઈ રહ્યો, પરંતુ તેમાંથી એક પેશાબના છાંટાથી બચતો ન હતો, અને તેમાંથી બીજો ચાડી કરતો હતો», પછી નબી ﷺ એ એક લીલી ડાળી લઈ તેને વચ્ચેથી બે ટુકડા કર્યા અને બન્ને કબરો પર અલગ અલગ લગાવી દીધા, લોકોએ સવાલ કર્યો હે અલ્લાહના રસૂલ ﷺ ! તમે આવું કેમ કર્યું? નબી ﷺ એ જવાબ આપ્યો: « કદાચ જ્યાં સુધી આ બંને ડાળીઓ સુકાઈ ન જાય ત્યાં સુધી તેમને અઝાબમાં ઘટાડો કરવામાં આવે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી ﷺ બે કબરો પાસેથી પસાર થયા અને કહ્યું: આ બન્ને કબરવાળા વ્યક્તિઓને અઝાબ થઈ રહ્યો છે, અને તમારી દ્રષ્ટિએ અઝાબનું કારણ મોટું નથી, પરંતુ અલ્લાહની નજીક તે ગુનાહ મોટા છે, તેમાંથી એક પોતાના શરીર અને કપડાંને પેશાબના છાંટાથી બચાવતો ન હતો, અહીં સુધી કે તે પોતાની હાજત પુરી કરી લેતો, બીજો વ્યક્તિ લોકોની ચાડી કરનાર હતો, જે લોકો વચ્ચે મતભેદ કરવા માટે બીજાની વાતો કરતો.

Hadeeth benefits

  1. ચાડી કરવી અને પેશાબના છાંટાઓથી ન બચવું બન્ને કબીરહ ગુનાહો માંથી છે, કારણકે તે કબરના અઝાબનું કારણ બને છે.
  2. નબી ﷺ ની પયગંબરીની નિશાનીઓ માટે અલ્લાહ તઆલાએ કેટલીક ગેબનું વાતો જાહેર કરી છે -જેવી કે કબરના અઝાબ વિશે-.
  3. બે પાંદડા કાપી બન્ને કબર પર લગાવી દેવાનો આ અમલ નબી ﷺ માટે ખાસ છે; કારણકે અલ્લાહ તઆલા એ તે કબરમાં રહેલ બન્ને વ્યક્તિઓ વિશે જાણ કરી હતી, કોઈ અન્ય વ્યક્તિ માટે આ પદ્ધતિ અપનાવવામાં ન આવે; કારણકે કોઈ વ્યક્તિ કોઈની કબરની સ્થિતિ જાણી શકતો નથી.