- વઝુ કરતી વખતે બન્ને પગ ધોવા જરૂરી છે, જો ફક્ત મસહ કરવો જાઈઝ હોત, તો એડીઓ ન ધોવા પર આગ (જહન્નમ)ના અઝાબની ચેતવણી આપવામાં ન આવતી.
- વઝૂના દરેક અંગોને ખૂબ સારી રીતે ધોવા જરૂરી છે, જે વ્યક્તિ જાણી જોઈને અથવા આળસ કરી વઝૂના અંગોના થોડાક પણ ભાગને નહિ ધોવે, તો તેની નમાઝ નહીં ગણાય.
- અજ્ઞાની લોકોને શિક્ષા આપવા તેમજ તેમને સાચું માર્ગદર્શન આપવાની મહત્ત્વતા.
- એક આલિમ જ્યારે લોકોમાં શરીઅતના જરૂરી આદેશોનું ઉલંઘન કરતાં જુએ, તો તેણે તેમની સારા અંદાજમાં ઇસ્લાહ કરવી જોઈએ.
- મોહમ્મદ ઇસ્હાક દહલવીએ કહ્યું: સંપૂર્ણ અને સારી રીતે વઝૂ કરવાના ત્રણ પ્રકાર છે: ૧- ફર્ઝ: (અનિવાર્ય રૂપે) વઝૂના દરેક અંગોને સપૂર્ણ રીતે એક એક વખત ધોવા, ૨- સુન્નત: વઝૂના દરેક અંગોને ત્રણ ત્રણ વખત ધોવા, ૩- મુસ્તહબ (જાઈઝ): વઝૂના દરેક અંગોને ત્રણ વખત ખૂબ જ સારી રીતે પાણી પહોંચાડીને ધોવા.