/ ખરેખર તમે સૌ તમારા પાલનહારને આ રીતે જ જોશો, જેવું કે તમે આ ચાંદને જોઈ રહ્યા છો, અને તમને તેને જોવામાં સહેજ પણ તકલીફ નહીં થાય...

ખરેખર તમે સૌ તમારા પાલનહારને આ રીતે જ જોશો, જેવું કે તમે આ ચાંદને જોઈ રહ્યા છો, અને તમને તેને જોવામાં સહેજ પણ તકલીફ નહીં થાય...

જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: અમે નબી ﷺ પાસે હાજર હતા, નબી ﷺ એ એક રાત્રે ચંદ્ર તરફ જોયું, અર્થાત્ -ચૌદમી રાતનો ચાંદ હતો- અને કહ્યું: «ખરેખર તમે સૌ તમારા પાલનહારને આ રીતે જ જોશો, જેવું કે તમે આ ચાંદને જોઈ રહ્યા છો, અને તમને તેને જોવામાં સહેજ પણ તકલીફ નહીં થાય, જો તમે શક્તિ ધરાવતા હોવ તો સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછીની નમાઝોમાં કચાસ ન રાખો, તેને જરૂર પઢો», ફરી નબી ﷺ આ આયત તિલાવત કરી: {સૂર્યોદય પહેલા અને સર્યાસ્ત પહેલા પોતાના પાલનહારની પ્રશંસા સાથે તસ્બીહ કરતા રહો}»
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

એક રાત્રે સહાબાઓ નબી ﷺ સાથે હાજર હતા, નબી ﷺ ચાંદ તરફ જોયું, ચૌદમી રાતનો ચાંદ હતો-, અને કહ્યું: નિઃશંક મોમિનો પોતાના પાલનહારને નરી આંખે જોશે, કોઈ સંકોચ વગર, ભીડભાડ નહીં હોય અને જ્યારે તેઓ અલ્લાહને જોશે તો કોઈ થાક અથવા તકલીફ નહીં પડે. પછી નબી ﷺ એ કહ્યું: જો તમારા માટે શક્ય હોય તો તમે ફજર અને અસરની નમાઝથી રોકવાવાળા કારણોથી બચી શકતા હોવ તો જરૂર બચો, અને તે બંને નમાઝોને તેના સમયે જમાઅત સાથે પઢો, કારણકે તે પણ અલ્લાહનો દીદાર થવાનું કારણ છે, ફરી નબી ﷺ એ આ આયત પઢી: {સૂર્યોદય પહેલા અને સર્યાસ્ત પહેલા પોતાના પાલનહારની પ્રશંસા સાથે તસ્બીહ કરતા રહો}.

Hadeeth benefits

  1. ઈમાનવાળાઓને જન્નતમાં અલ્લાહના દીદારની ખુશખબર.
  2. દઅવત આપવા માટેના તરીકા માંથી એક તરીકો: ભારપૂર્વક, પ્રોત્સાહન આપતા અને ઉદાહરણ આપી સમજાવવું જોઈએ.