- દુઆએ ષનાને જહરી (મોટા અવાજે કિરઅત કરી પઢવામાં આવતી નમાઝ, જેમકે ફજર, મગરિબ અને ઈશા) અને સિર્રી (ધીમા અવાજે કિરઅત કરી પઢવામાં આવતી નમાઝ, જેમકે જોહર અને અસર) બંને પ્રકારની નમાઝોમાં ધીમા અવાજે પઢવી જોઈએ.
- સહાબાઓનું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની દરેક સ્થિતિ વિષે જાણવાની ઉત્સુકતા.
- દુઆએ ષનાના અન્ય શબ્દો પણ વર્ણન કરવામાં આવ્યા છે, શ્રેષ્ઠ એ છે કે માનવી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દ્વારા સાબિત દુઆઓને યાદ કરી લે અને ક્યારેક એક દુઆ પડે તો ક્યારેક બીજી દુઆ પઢે.