સમજુતી
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદમાં આવ્યા, તેમની પાછળ એક વ્યક્તિ પણ આવ્યો, તેણે ઉતાવળમાં બે રકઅત નમાઝ પઢી, તેણે શાંતિપૂર્વક કિયામ, રુકૂઅ અને સિજદા ન કર્યા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ધ્યાનથી તેની નમાઝ જોઈ, તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદની એક બાજુ બેઠા હતા, તેણે સલામ કર્યું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના સલામનો જવાબ આપ્યો અને કહ્યું: પાછા જાઓ, અને ફરીવાર નમાઝ પઢો એટલા માટે કે તમે નમાઝ નથી પઢી. તે પાછો ફર્યો અને જલ્દી જલ્દી નમાઝ પઢી, તે પાછો આવ્યો સલામ કર્યું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: પાછા જાઓ, અને ફરીવાર નમાઝ પઢો; કારણકે તમેં નમાઝ નથી પઢી, ત્રણ વખત આ પ્રમાણે થયું. તો તે વ્યક્તિએ કહ્યું: તે ઝાતની કસમ! જેણે તમને સત્ય સાથે મોકલ્યા છે, હું આના કરતા વધુ સારી રીતે નમાઝ નથી પઢી શકતો, તમે મને નમાઝ શીખવાડો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને કહ્યું: જ્યારે નમાઝ માટે ઉભા થાઓ તો તકબીરે તહરિમા (અલ્લાહુ અકબર) કહો, ફરી ઉમ્મુલ્ કુરઆન અર્થાત્ સૂરે ફાતિહા પઢો ત્યારબાદ જે કંઈ અલ્લાહ ઈચ્છે તે તમે પઢો, ફરી રુકૂઅ કરો અહીં સુધી કે તમે સંતુષ્ટ થઈ જાઓ, પછી તમારા ઘૂંટણ પર તમારી હથેળીઓ મૂકીને અને તમારી પીઠને લંબાવીને અને ઘૂંટણ ટેકવા માટે સમર્થ થાઓ જ્યાં સુધી તમે આરામ ન અનુભવો ત્યાં સુધી રુકૂઅ કરો, ફરી ઉભા થાઓ અને પછી હાડકાં પોતાના સાંધા પર પાછા ન આવે અને સ્થિર ન થાય ત્યાં સુધી તમારા કોરને ઉંચો અને સીધો કરો, ફરી કપાળ, નાક, હાથ, ઘૂંટણ અને પગના અંગૂઠા જમીન પર રાખીને સિજદામાં આરામ ન થાય ત્યાં સુધી સિજદો કરો, ફરી માથું ઉઠાવો અહીં સુધી કે તમે સંતુષ્ટ થઈ બંને સિજદા વચ્ચે શાંતિથી બેસો, ફરી પોતાની નમાઝની દરેક રકઅતમાં આ પ્રમાણે જ કરો.