/ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ શરૂ કરતાં, તો પોતાના બંને હાથ ખભા સુધી ઉઠાવતા,...

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ શરૂ કરતાં, તો પોતાના બંને હાથ ખભા સુધી ઉઠાવતા,...

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ શરૂ કરતાં, તો પોતાના બંને હાથ ખભા સુધી ઉઠાવતા, અને જ્યારે અલ્લાહુ અકબર કહી રુકૂઅમાં જતાં (ત્યારે પણ પોતાના બંને હાથ ઉઠાવતા) અને રુકૂઅ માંથી માથું ઉઠાવતા તો ત્યારે પણ અલ્લાહુ અકબર કહેતા, અને બંને હાથ ખભા સુધી ઉઠાવતા, અને કહેતા: «"સમિઅલ્લાહુ લિમન હમિદહ" (અલ્લાહ એ સાંભળ્યું, જેણે તેની પ્રસંશા કરી), "રબ્બના વલકલ્ હમ્દ" (હે અમારા પાલનહાર! દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે)», અને સિજદામાં જતી વખતે પોતાના હાથ ઉઠાવતા ન હતા.
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નમાઝ દરમિયાન પોતાના હાથ ત્રણ જગ્યાએ ખભા સુધી અથવા કાનની બુટ્ટી સુધી ઉઠાવતા હતા. પહેલી જગ્યા: જ્યારે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) કહી નમાઝ શરૂ કરતાં. બીજી જગ્યા: જ્યારે રુકૂઅમાં જવા માટે તકબીર (અલ્લાહુ અકબર) કહેતા. ત્રીજી જગ્યા: જ્યારે રુકૂઅ માંથી પોતાનું માથું ઉઠાવતા, અને કહેતા: "સમિઅલ્લાહુ લિમન હમિદહ" (અલ્લાહ એ સાંભળ્યું, જેણે તેની પ્રસંશા કરી), "રબ્બના વલકલ્ હમ્દ" (હે અમારા પાલનહાર ! દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે)ત્યારે પણ પોતાના બંને હાથ ખભા સુધી અથવા કાનની બુટ્ટી સુધી ઉઠાવતા. અને સિજદામાં જતી વખતે અને સિજદા માંથી ઊભા થતી વખતે પોતાના હાથ ઉઠાવતા ન હતા.

Hadeeth benefits

  1. નમાઝમાં રફઉલ્ યદૈન (પોતાના બંને હાથ ખભા સુધી કે કાનની બુટ્ટી સુધી ઉઠાવવા) ની હિકમત એ છે તે નમાઝની સુંદરતા અને તે અલ્લાહની મહાનતા દર્શાવે છે.
  2. એવી જ રીતે બીજી એક હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દ્વારા નમાઝમાં ચોથી જગ્યાએ પણ રફઉલ્ યદૈન (પોતાના બંને હાથ ખભા સુધી કે કાનની બુટ્ટી સુધી ઉઠાવવા) કરવું સાબિત છે, તે હદીષને અબૂ હુમૈદ સાઇદીએ રિવાયત કરી છે, જેને અબૂ દાવૂદ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ રિવાયત કરી છે, અને તે જગ્યા એ છે કે ત્રણ અથવા ચાર રકાઅતવાળી નમાઝોમાં બીજા તશહ્હુદ પછી ઊભા થતી વખતે રફઉલ્ યદૈન (પોતાના બંને હાથ ખભા સુધી કે કાનની બુટ્ટી સુધી ઉઠાવવા) કરવું.
  3. એવી જ રીતે માલિક બિન હુવૈરિષની હદીષ જે બુખારી અને મુસ્લિમમાં વર્ણન કરવામાં આવી છે, તેના દ્વારા પણ સાબિત થાય છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) કાનની બુટ્ટીને સ્પર્શ કર્યા વિના પણ હાથ ઉઠાવતા હતા, «જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) તકબીર (અલ્લાહુ અકબર) કહેતા તો પોતાના હાથ કાનની બુટ્ટી સુધી લઈ જતાં».
  4. "સમિઅલ્લાહુ લિમન હમિદહ" (અલ્લાહ એ સાંભળ્યું, જેણે તેની પ્રસંશા કરી) અને "રબ્બના વલકલ્ હમ્દ" (હે અમારા પાલનહાર ! દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે) બંને શબ્દો એક સાથે કહવા તે ફક્ત ઈમામ અને એકલા નમાઝ પઢનાર માટે ખાસ છે, અને જે ઈમામની પાછળ નમાઝ પઢતો હોય તે કહે: "રબ્બના વલકલ્ હમ્દ" (હે અમારા પાલનહાર ! દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે).
  5. રુકૂઅ પછી "રબ્બના વલકલ્ હમ્દ" (હે અમારા પાલનહાર! દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે) કહેવું એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દ્વારા ચાર પ્રકારના શબ્દો વડે સાબિત છે, અને આ તેમાંથી એક છે, અને શ્રેષ્ઠ એ છે માનવી ક્યારેક આ શબ્દો કહે તો ક્યારેક બીજા શબ્દો કહે.