/ તે વ્યક્તિની નમાઝ નહીં ગણાય જેણે સૂરે ફાતિહા ન પઢી હોઈ

તે વ્યક્તિની નમાઝ નહીં ગણાય જેણે સૂરે ફાતિહા ન પઢી હોઈ

ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહું અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «તે વ્યક્તિની નમાઝ નહીં ગણાય જેણે સૂરે ફાતિહા ન પઢી હોઈ».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે વ્યક્તિ નમાઝમાં સૂરે ફાતિહા નહિ પઢે તો તેની નમાઝ નહીં ગણાય, અને દરેક રકઅતમાં સૂરે ફાતિહા પઢવું અનિવાર્ય છે; કારણકે તે નમાઝનું એક રુકન (સ્થંભ) છે.

Hadeeth benefits

  1. જો સૂરે ફાતિહા પઢી શકતા હોય તો તેના સિવાય અન્ય સુરત સૂરે ફાતિહાની જગ્યાએ પઢવી પૂરતી નથી.
  2. જે રકઅતમાં સૂરે ફાતિહા પઢવામાં ન આવે તો તે રકઅત અમાન્ય છે, પછી ભલે તે જાણી જોઈને, અજ્ઞાનપૂર્વક અથવા ભૂલના કારણે હોય; કારણ કે તે એક સ્તંભ છે, અને થાંભલો ક્યારેય પડતો નથી.
  3. જો મુકતદી (નમાઝ પઢનાર) વ્યક્તિ એવી સ્થિતિમાં આવે કે ઇમામને રુકૂઅમાં હોય તો સૂરે ફાતિહા પઢવી જરૂરી નથી.