માનવી તે સમયે નમાઝ ન પઢે જ્યારે ખાવાનું હાજર હો, અને તે સમયે પણ ન પઢે જ્યારે જ્યારે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય...
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેણી કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «માનવી તે સમયે નમાઝ ન પઢે જ્યારે ખાવાનું હાજર હો, અને તે સમયે પણ ન પઢે જ્યારે જ્યારે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
સમજુતી
નબી ﷺ એ તે ખોરાકની હાજરીમાં નમાઝ પઢવાથી રોક્યા છે, જેના માટે મનમાં લાલસા હોય અને દિલ તેની તરફ જ લાગેલું હોય છે.
એવી જ રીતે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય ત્યારે પણ નમાઝ પઢવાથી રોક્યા છે, કારણકે તે બંને શરીરને નુકસાનથી બચાવવામાં વ્યસ્ત હોય છે.
Hadeeth benefits
નમાઝી માટે જરૂરી છે કે તે દરેક વસ્તુ જે તેને તેની નમાઝથી ગાફેલ કરી દે તેનાથી નમાઝ શરૂ કરતાં પહેલા બચીને રહે.
Share
Use the QR code to easily share the message of Islam with others