- ઈમામની પાછળ નમાઝ પઢનાર વ્યક્તિ માટે ચાર સ્થિતિઓ છે: જેમાંથી ત્રણ હરામ છે, અને તે એ કે મુકાબલો કરવો, બરાબરી કરવી, વિલંભ કરવો, અને જે જાઈઝ તે: ઈમામનું અનુસરણ કરવું.
- નમાઝમાં ઈમામનું અનુસરણ કરવું વાજિબ છે.
- આ હદીષમાં ઈમામ પહેલા જે પોતાનું માથું ઉઠાવે તેના માટે જે સખત ચેતવણી વર્ણન કરવામાં આવી છે કે તેનું માથું ગધેડાની માફક કરી દેવામાં આવશે, તેનો અર્થ તેનો ચહેરો બદલી નાખવામાં આવશે.